તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
શરીર કરતાં બમણી પૂંછડી ધરાવતી આ ઘોડીએ તોડયો ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ
જેની નામની એક ઘોડીએ ૧૩ ફુટ અને ૬ ઇંચ લાંબી પૂંછડી માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું

ઓહાયો,તા.૨૧: અમેરિકાના ઓહાયોમાં જેની નામની એક ઘોડીએ ૧૩ ફુટ અને ૬ ઇંચ લાંબી પૂંછડી માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. કાળી અને ચમકતી ત્વચાવાળી જેનીની પૂંછડી પણ કાળી, સુંવાળી અને ચમકદાર છે. આ ઘોડી મેકેન્જી લોવે નામનાં બહેને પાળેલી છે. મેકેન્જીને ૨૦૧૯માં તેના જન્મદિવસ પર ગિફટમાં જેની મળી હતી. અમેરિકન સેડલબ્રેડ પ્રજાતિની આ ઘોડીઓની પૂંછડી કુદરતી રીતે જ લાંબી અને ભરાવદાર હોય છે. જ્યારે જેની મેકેન્જી પાસે આવી ત્યારે પણ એની પૂંછડી છેક જમીનને અડતી હતી. એ પછી મેકેન્જીએ જેનીની પૂંછડીની વિશેષ કાળજી લેવા માંડી. યોગ્ય પોષણની સાથે પૂંછડીને વિશેષ માવજતની જરૂર હોય છે. પૂંછડીને ખાસ તેલથી માલિશ કરવી, ખાસ શેમ્પૂથી ધોવી અને કોરી કરવી એ બહુ મોટો ટાસ્ક છે. જોકે માવજતને કારણે જેનીની પૂંછડી હવે જમીન સાથે ઢસડાય છે કેમ કે એની કુલ હાઇટ કરતાં પૂંછડી લગભગ બમણી છે. થોડા સમય પહેલાં મેકેન્જીને લાગ્યું કે હવે જેનીની પૂંછડી ખાસ્સી મોટી થઈ ગઈ છે એટલે એની નોંધ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં થઈ શકે કે કેમ એની તપાસ કરી. એમાં ખબર પડી કે ૨૦૦૭થી એક ઘોડીના નામે સૌથી લાંબી પૂંછડીનો રેકોર્ડ છે અને એ ૧૨ ફુટ અને ૬ ઇંચનો છે. જેનીની પૂંછડી જૂની રેકોર્ડ-હોલ્ડરથી એક ફુટ વધુ લાંબી હોવાથી તાજેતરમાં એને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
