<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

આ લક્‍ઝરી ટોઇલેટ કમોડ પર બેસીને ઘોડેસવારી કરતા હો એવું લાગશે

સોશ્‍યલ મીડિયા પર એક ઇન્‍ટીરિયર ડિઝાઇનરે શેર કરેલું ટોઇલેટનું કમોડ ભલભલાની આંખો પહોળી કરી દે એવું છે

લંડન,તા.૧૫: સોશ્‍યલ મીડિયા પર એક ઇન્‍ટીરિયર ડિઝાઇનરે શેર કરેલું ટોઇલેટનું કમોડ ભલભલાની આંખો પહોળી કરી દે એવું છે. આ ટોઇલેટને સ્‍ટેલિયન સીટ નામ અપાયું છે. એમાં કમોડની આગળની તરફ ઘોડાનો ગળાનો ભાગ એક્‍સ્‍ટેન્‍ડ કરીને બનાવવામાં આવ્‍યો છે. પીઠ પર જ્‍યાં બેસવાનું હોય ત્‍યાં કમોડનું કાણું છે. પાછળની ટાંકીમાં પૂંછડી પણ સ્‍પષ્ટ દેખાય છે. આવું ટોઇલેટ રોજબરોજની જરૂરિયાતને એકદમ શાનદાર બનાવી દે છે. કેટલાક લોકોને આ કમોડ આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સથી તૈયાર કરેલું હોય એવું લાગે છે. જોકે શેર કરનાર વ્‍યક્‍તિનું કહેવું છે કે આ ખરેખર ક્રીએટિવ બાથરૂમનો ઑપ્‍શન છે જે અનેક લોકોએ અપનાવ્‍યો પણ છે. આ એવી સીટ છે જેના પર બેસીને તમે સાચકલા હોર્સપાવરને મહેસૂસ કરી શકો છો.

(10:15 AM IST)