તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
આખા ગુજરાત રાજ્યમાં માનસિક તણાવ અને ડિપ્રેશનનો ભયાનક આતંક ફેલાયો છે:દરરોજ સરેરાશ ૮૩૯ નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે અને છેલ્લા ૬ વર્ષમાં આ રોગમાં ૧૧૩% નો રાક્ષસી વધારો નોંધાતા આખા ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે
માત્ર એક જ વર્ષમાં રાજ્યભરમાં ડિપ્રેશનના પૂરા ૧૫.૪૩ લાખ જેટલા ખૌફનાક કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ, તબીબો અને મનોચિકિત્સકોના ઉડી ગયા હોશ

નવી દિલ્હી:ગુજરાત રાજ્યમાંથી નાગરિકોના માનસિક સ્વાસ્થ્યને હચમચાવી નાખતો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! રાજ્યમાં વધતા જતાં સ્પર્ધાત્મક યુગ, આર્થિક ખેંચતાણ, એકલતા અને જીવનશૈલીના કારણે ડિપ્રેશન (વિષાદ) નામના સાયલન્ટ કિલરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તાજેતરમાં સામે આવેલા સરકારી અને આરોગ્ય તંત્રના ચોંકાવનારા આંકડા મુજબ સમગ્ર ગુજરાતમાં માનસિક બીમારીઓ અને ડિપ્રેશનના કેસોમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે.
આ સમગ્ર ચિત્રમાં સૌથી વધુ ધ્યાન ડિપ્રેશન એટલે કે હતાશાનો આંકડો ખેંચે છે. ગુજરાતની માનસિક આરોગ્યની સરકારી હોસ્પિટલોમાં વર્ષ 2019-20માં ડિપ્રેશનના કેસનો આંકડો 1.44 લાખ હતો, તે 2025-26માં વધીને 3.09 લાખ થયો છે. એટલે કે ડિપ્રેશનના કેસમાં પણ સીધો 113 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત એન્કઝાઈટી એટલે કે ચિંતા સંબંધિત સમસ્યાઓથી પીડાતા દર્દીઓનો આંકડો પણ 6 વર્ષમાં 1.37 લાખથી વધીને 2.65 લાખે પહોંચ્યો છે, જે અંદાજે 94 ટકાનો ઉછાળો દર્શાવે છે.
માનસિક સ્વાસ્થ્યની આ અસર બાળકો અને યુવાનોમાં પણ વ્યાપકપણે જોવા મળી રહી છે. બાળપણના વિકારોના વર્ગમાં દર્દીઓનો આંકડો 51,500થી વધીને લગભગ 91,916 થયો છે, જે આશરે 79 ટકાનો વધારો દર્શાવે છે. બીજી તરફ માદક પદાર્થોના સેવન સાથે સંકળાયેલા માનસિક વિકારોના આંકડા પણ અત્યંત ચિંતાજનક છે. વર્ષ 2019-20માં આ વર્ગનો આંકડો આશરે 76,000 હતો, જે 2025-26માં વધીને 1.25 લાખ થયો છે, એટલે કે તેમાં આશરે 95 ટકાનો ધરખમ વધારો થયો છે.
વૃદ્ધાવસ્થા સંબંધિત માનસિક સમસ્યાઓ ધરાવતા કેસોનો આંકડો પણ આશરે 6 વર્ષમાં 50,000થી વધીને 85,000ની નજીક પહોંચી ગયો છે. વધતી ઉંમર સાથે એકલતા, જીવનસાથીનો વિયોગ, શારીરિક અશક્તિ અને સામાજિક સંપર્કમાં ઘટાડો જેવી પરિસ્થિતિઓ વૃદ્ધોની માનસિક સુખાકારી પર ઊંડી અસર કરે છે. તબીબોના મતે, વૃદ્ધોમાં યાદશક્તિ, વર્તન કે લાગણીઓમાં સતત બદલાવ જોવા મળે તો તેને માત્ર વધતી ઉંમરની સામાન્ય અસર ગણીને અવગણવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
