તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભયાનક એંધાણ: પાકિસ્તાન અને તૂર્કિયેને ઈરાનની ખુલ્લેઆમ ગર્જના:સાઉદીના ખોળામાં બેસશો તો ભારે કિંમત ચૂકવવી પડશે
ઈસ્લામિક દેશોમાં વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ પહોંચતા ઈરાનનો લાલચોળ ડોળો: સાઉદી અરેબિયાને સપોર્ટ કરનારા દેશો પર સીધો મિસાઈલ એટેક કરવાની ધમકીથી મુસ્લિમ જગતમાં સન્નાટો

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સત્તા અને વર્ચસ્વના જંગ વચ્ચે ઈરાને પાકિસ્તાન અને તૂર્કિયેને અત્યંત આકરા શબ્દોમાં ખુલ્લી ધમકી ફટકારી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ધ્રુજારી મચી ગઈ છે. સાઉદી અરેબિયા સાથે સૈન્ય કે રાજનૈતિક ગઠબંધન વધારી રહેલા પાકિસ્તાન અને તૂર્કિયેને સીધો ઈશારો કરતા ઈરાની આકાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેઓ સાઉદી અરેબિયાનો સાથ આપશે તો તેના અત્યંત ભયાનક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ઈરાનની આ સનસનાટીભરી ગર્જના બાદ ઈસ્લામિક દેશોના જૂથમાં ભૂકંપ આવી ગયો છે અને પાકિસ્તાન તથા તૂર્કિયેના લશ્કરી વડાઓના છાતીના પાટિયા બેસી ગયા છે. એક તરફ શિયા અને સુન્ની પ્રભુત્વ ધરાવતા રાષ્ટ્રો વચ્ચે તણાવ પરાકાષ્ઠાએ છે ત્યારે ઈરાનની આ લાલ આંખે ત્રીજા વિશ્વયુદ્ધ જેવા એંધાણ સર્જી દીધા છે, જેનાથી સમગ્ર આરબ જગત અને સિક્યુરિટી એજન્સીઓમાં ઘેરા ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.
પાકિસ્તાન દ્વારા સાઉદી અરેબિયામાં હજારો સૈનિકો મોકલવાની ચર્ચા પર ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું કે, અમે આવી અફવાઓ સાંભળી છે અને આશા રાખીએ છીએ કે તે સાચી ન હોય. યમન મામલે આ કરારનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. બીજી તરફ, ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદીય સમિતિના સભ્ય ઇબ્રાહિમ રેજાઈએ કહ્યું કે, 'આ પ્રકારના કરારો ઈરાનને રોકી શકશે નહીં. સાઉદી અરેબિયાને તૂર્કિયે કે પાકિસ્તાન પણ સુરક્ષા પૂરી પાડી શકશે નહીં, જેમ અમેરિકા પણ આપી શક્યું નથી. તેથી સાઉદીએ પોતાની નીતિઓ બદલવી જોઈએ.'
ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સભામાં સાત શરતો સાથેનો શાંતિ પ્રસ્તાવ મૂક્યો હતો અને તે સ્વીકારાય તો સાત દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ખાતરી આપી હતી. પરંતુ ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેજાઈના જણાવ્યા મુજબ, અમેરિકાનો જવાબ અસ્પષ્ટ હોવાથી ઈરાને તેને ફગાવી દીધો છે.
સામે પક્ષે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શરત મૂકી છે કે જો ઈરાન ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં બનાવે તેવી ગેરંટી આપે, તો જ યુદ્ધ તાત્કાલિક પૂરું થઈ શકે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, 'અમે કેટલા ઉદાર છીએ. ઈરાન પાસે હવે કંઈ બચ્યું નથી છતાં અમેરિકા ધૈર્ય જાળવી રહ્યું છે.'
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
