News of Saturday, 10th October 2026
આ ચારેય દોડવીરોની ટીમની ઉંમરનો સરવાળો
કરીએ તો કુલ ૩૨૧ વર્ષ થાય છે

લંડન,તા.૧૦: રનિગ બ્રેન્ડ અલ્ટ્રારનિગ યુરોપે બ્રિટનની સૌથી જૂની અને વયસ્કોની રનિગ ટીમ બનાવી છે. એમાં કુલ ૪ સભ્યો છે. એમાં ૭૫થી ૮૫ વર્ષના ૪ ઍથ્લીટ્સ છે જે આ ઉંમરે પણ દોડે છે અને દોડવાને કોમ્પિટિટિવ સ્પોર્ટ્સની જેમ જ ગંભીરતાથી લે છે.
આ ચાર જણની ટીમમાં ૮૨ વર્ષનાં પીટર જોઇલ્સ છે જે ૮૦ વર્ષથી મોટી વયની કેટેગરીમાં ૫૦૦૦ કિલોમીટર દોડનારા સૌથી સ્પીડી રનર છે. ૭૯ વર્ષનાં રાજિન્દર સિહ દુનિયાભરમાં અસંખ્ય મેરથોન દોડી ચૂક્યા છે. ૮૫ વર્ષનાં લોરેન્સ કમિગ્સના નામે તેમની એજ-કેટેગરીના અનેક રેકોર્ડ્સ છે. ૭૫ વર્ષનાં પ્રીતપાલ કૌરે આ જ વર્ષે લંડન મેરથોન દોડી હતી અને સૌથી મોટી વયના બ્રિટિશ એશિયન મહિલા મેરથોન રનરનો ખિતાબ મેળવ્યો હતો.
આ ચાર રનર્સે સાથે મળીને એક લેજન્ડરી ટીમ બનાવી છે જેમની પાસે દાયકાઓથી વધુ જૂનો દોડવાનો અનુભવ છે અને આ ઉંમરે પણ રનિગનો ઉત્સવ મનાવે છે. પ્રીતપાલ કૌરે તો બ્લડ-કેન્સરને માત આપીને આ વર્ષે મેરથોન દોડી હતી. આ ચારેય દોડવીરોની ટીમની ઉંમરનો સરવાળો કરીએ તો કુલ ૩૨૧ વર્ષ થાય છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
