News of Thursday, 24th September 2026
બ્રહ્માંડના ઊંડાણમાંથી પિશાચી એલિયન સંકેતઃ એક્સોપ્લેનેટમાંથી સીધા જ મળતા ભયાનક રેડિયો સિગ્નલ્સની શોધમાં ખગોળશાસ્ત્રીઓને મળ્યો રાક્ષસી ધડાકો
પૃથ્વી સિવાયના ગ્રહ પરથી આવતા કાળમુખા સિગ્નલે વિજ્ઞાન જગતમાં ફેરવ્યો કાળો નાગ: તોતિંગ ટેલિસ્કોપે ઝીલેલા રહસ્યમય રેડિયો અવાજોથી એસ્ટ્રોનોમર્સના હોશ ઊડ્યા: પરગ્રહવાસીઓ અને બ્રહ્માંડીય ચુંબકીય ક્ષેત્રનો વિસ્ફોટક ભંડાન ફોડ

નવી દિલ્હી: સમગ્ર માનવજાત, નાસા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી અને વિજ્ઞાની આલમના હોશ ઉડાડી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી ખગોળીય કિસ્સો સામે આવ્યો છે! આપણા સૌરમંડળની બહાર આવેલા એક રહસ્યમય અને કાળમુખા એક્સોપ્લેનેટ (Exoplanet - પરગ્રહ) પરથી સીધા જ પૃથ્વી તરફ આવતા ચમત્કારિક રેડિયો સિગ્નલ્સ પકડી પાડવામાં ખગોળશાસ્ત્રીઓને અભૂતપૂર્વ અને રાક્ષસી સફળતા મળી છે.
સંશોધનકારોએ અભ્યાસપેપરમાં લખ્યું કે ''સોલર સિસ્ટમના પ્લેનેટસમાં ઔરોરાઓથી થતા રેડિયોબર્સ્ટનું (રિડેયો સિગ્નલ્સનો વિસ્ફોટ) અવલોકન કરી શકાય છે પણ સ્ટારની પ્રદક્ષિણા કરતા પ્લેનેટ (એક્સોપ્લેનેટ)થી પ્રથમવાર રેડિયો સિગ્નલ્સની પરખ થઇ શકી છે. ઝડપી, વારંવાર અને સર્ક્યુલરલી પોલેરાઇઝડ બર્સ્ટસ ૦.૮૫ ગીગા હર્ટઝથી ૩.૫ ગીગા હટર્ઝ વચ્ચેના ફિકવન્સી બેન્ડમાં જોઇ શકાયા છે.''દક્ષિણ આફ્રિકામાં ગોઠવાયેલા મીરકેટ (કાર્નાવોન શહેર પાસેના રેડિયો ટેલિસ્કોપ- જે ૬૪ ડિશ (એન્ટીનાડિશ) ધરાવે છે. રેડિયો ટેલિસ્કોપ સમૂહમાંથી અવલોકન કરાયું હતું. વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં ચાર જુદા સમયગાળા વચ્ચે આ શોધ થઇ હતી. ટેલિસ્કોપના જૂથનું ફોકસ સ્ટાર બીટા પિક્ટોરિસ પર અને તેની ગોળ ફરતા બીટા પિક્ટોરિસ બી, બીટા પિક્ટોરિસ સી અને બીટા પિક્ટોરિસ ડી પર હતું. સ્ટાર બીટા પિક્ટોરિસ પૃથ્વીથી લગભગ ૬૩૪ લાઇટ યર્સ (પ્રકાશ વર્ષ)ના અંતરે આવેલો છે. પૃથ્વી અને ગુરુ (જ્યુપિટર) ગ્રહ પર જે પ્રક્રિયાથી ઔરારાઓ સર્જાય છે તે ઇલેક્ટ્રોન સાઇક્લોટ્રોન માસ્ટર ઇન્સ્ટેબિલિટી (ઇસીએમઆઇ)થી જ બીટા બી ગ્રહ પર ઔરોરાઓ સર્જાયા હતા. તે ગ્રહના મેગ્નેટિક ફીલ્ડ અંગેના સંકેત પણ ઇસીએમઆઇથી મળે છે. આ ગ્રહનું મેગ્નેટિક ફીલ્ડ પૃથ્વીના મેગ્નેટિક ફીલ્ડ કરતા હજારો ગુણા શક્તિશાળી છે. આ ગ્રહ ગોળ ફરવામાં ફક્ત ૮-૯ કલાકનો સમય લે છે અને આ ઝડપી રોટેશનથી ઔરોરલ રેડિયો એમિસનને ઉર્જા મળે છે. ૨૦૦૮માં બીટા પિક્ટોરિસ બીની શોધ થઇ હતી અને તે જ્યુપિટરના માસ (દળ) કરતા લગભગ ૧૦ ગણો વિરાટ છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
