<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

યુકેમાં ‘સ્મોકિંગ’ પર સર્જિકલ સ્ટ્રાઈક: હવે ૧૮ વર્ષથી નીચેની વયના યુવાનો જિંદગીભર સિગારેટ ખરીદી જ નહીં શકે

ઋષિ સુનક સરકારનો ઐતિહાસિક ફેંસલો: નવી પેઢીને વ્યસનના ઝેરમાંથી બચાવવા આકરો કાયદો:સિગારેટ વેચનારા વેપારીઓની ખેર નથી: બ્રિટન બનશે દુનિયાનું પ્રથમ ‘સ્મોક ફ્રી’ નેશન? શું ભારત પણ આવા કડક નિયમો લાગુ કરશે? હંગામો મચ્યો

નવી દિલ્હી: બ્રિટનની સંસદમાં એક એવો કાયદો પસાર કરવામાં આવ્યો છે જેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. યુકે સરકારના નવા નિયમ મુજબ, હવે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને સિગારેટ વેચવી એ કાયદેસરનો ગુનો બનશે. આટલું જ નહીં, આ કાયદો દર વર્ષે વય મર્યાદા વધારતો જશે, જેથી અત્યારના બાળકો ક્યારેય કાયદેસર રીતે સિગારેટ ખરીદી જ ન શકે!
આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે યુકેની આ સૌપ્રથમ સિગક્ટ મુક્ત પેઢી હશે. ધૂમ્રપાનનો અંત આવવાથી તેની વિનાશક અસરોથી બચી શકાય છે.આ કરવું અત્યંત આવશ્યક થઈ પડયું હતું, એમ સ્મોકિંગ એન્ડ હેલ્થ પરની કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ હેઝલ ચીઝમેને જણાવ્યું હતું.આમ યુકેમાં ધૂમ્રપાન સામે દાયકાઓ સુધી ચાલેલા અભિયાન પછી તેને હવે નવી પેઢી માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવાયું છે.
આ નિયમને કાયદો બનાવવા માટે કિંગ ચાર્લ્સ-૩ની ઔપચારિક મંજૂરની જરૂર પડશે. તેના પગલે સરકાર વિવિધ ફ્લેવર્સ અને પેકેજિંગમાં આવતી તમાકુ, વેપિંગ અને નિકોટિન પ્રોડક્ટ્સને નિયંત્રિત કરી શકશે. હાલમાં તમાકુના ઉત્પાદનો ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિને વેચવા ગેરકાયદેસર છે. પરંતુ મોટાભાગના યુવાનો આ પ્રતિબંધ આજીવન રહેશે. તેનું કારણ એ છે કે દર વર્ષે સિગારેટ પીનારાઓની લઘુત્તમ વય સતત ઘટાડવામાં આવી રહી છે. યુકેમાં ૧૯૭૦ના દાયકામાં હતા તેના કરતાં બે તૃતિયાંશ સ્મોકરો ઓછા છે. આ પ્રોડક્ટની જાહેરાત, ડિસ્પ્લે, મફત વિતરણ અને ડિસ્કાઉન્ટ સામે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે તેના આ પગલાંના લીધે યુકેમાં હેલ્થ સર્વિસ પરનું દબાણ ઘટાડી શકાશે.

 

(6:03 PM IST)