તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
કેનેડાનાં શહેરમાં સ્મોકિંગ પર બેનઃ સિગારેટ પીનારને ૩૦,૦૦૦ સુધીનો દંડ થશે

ટોરેન્ટો,તા.૧૫: સ્મોકિંગ હેલ્થ માટે જોખમી છે એવી માત્ર જાહેરાત કરી દેવાથી નથી ચાલતું. લોકો આ બૂરી આદતથી મુક્ત થાય એ માટે સરકાર અને પ્રશાસને પણ કંઈક કરવું જરૂરી છે. કેનેડામાં એક શહેરે જાહેર જગ્યાઓએ પૂરી રીતે સ્મોકિગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરના કોઈ પણ પાર્ક, પબ્લિક પ્લેસ, બિઝનેસ એરિયા કે આઉટડોર જગ્યાઓમાં હાથમાં સિગારેટ લઈને ફૂંકવાની મનાઈ કરી દેવામાં આવી છે. માત્ર સિગારેટ જ નહીં, વેપ અને ઈ-સિગારેટ ફૂંકવા પર પણ મનાઈ છે. જો કોઈ નિયમ તોડે તો તેને ૨૦૦થી ૩૦૦ કેનેડિયન ડોલર એટલે કે લગભગ ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ લોકોને સેકન્ડહેન્ડ સ્મોકથી બચાવવા માટે લેવામાં આવ્યો છે. ઑન્ટારિયો, ટોરોન્ટો, ઍલ્બર્ટા અને બાફ નામનાં શહેરોમાં સંપૂર્ણપણે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
