તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
મિડલ ઈસ્ટમાં ફરી ‘બારૂદ’ની ગંધ: સાઉદી-કુવૈતના એક નિર્ણયથી ઈરાન લાલચોળ
‘આરાશ’ ગેસ ફિલ્ડ મામલે જંગના એંધાણ: સાઉદી અને કુવૈતે ઈરાનને આપ્યો જોરદાર ઝટકો:કહ્યું, ‘આ પ્રોજેક્ટ પર માત્ર અમારો જ હક્ક’ ઈરાનની સેના એલર્ટ મોડમાં, શું તેલના કૂવાઓ પર ત્રાટકશે મિસાઈલો? અમેરિકાની પણ તીણી નજર

નવી દિલ્હી: મધ્ય પૂર્વના દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. વિવાદનું કેન્દ્ર છે દરિયાની વચ્ચે આવેલું ‘દુરા’ અથવા ‘આરાશ’ ગેસ ફિલ્ડ. તાજેતરમાં સાઉદી અરેબિયા અને કુવૈતે એક સંયુક્ત નિર્ણય લીધો છે કે આ ગેસ ફિલ્ડના સંસાધનો પર માત્ર તેમનો જ અધિકાર છે અને તેઓ ઈરાનને તેમાં ભાગીદાર નહીં બનાવે.
અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ હોર્મુઝને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ઈરાન વિરોટી વંટોળ ઊભું કરવા માગે છે અને તે માટે ખાડી દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. હવે સાઉદી અને કુવૈતે પોતાના એરબેઝ અને એરસ્પેસનો અમેરિકન સેનાને ઉપયોગ કરવાની મંજૂરી આપ્યા બાદ ટ્રમ્પને મોટી રાહત મળી છે.
સાઉદી-કુવૈતે રાહત આપ્યા બાદ અમેરિકા પોતાના જહાજોને નેવી અને હવાઈ સુરક્ષા આપતા અભિયાન ઓપરેશન ફ્રીડમને ફરી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધનું ઓપરેશન ફ્રીડમને આ સપ્તાહે જ શરૂ કરવાનો હતો, જોકે તેમાં 36 કલાકનો વિલંબ થયો છે. હવે પેન્ટાગોનના અધિકારીઓએ આ જ સપ્તાહમાં ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
