<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

સિંગાપોરમાં રોજ ૧૫ મિનિટ પુસ્‍તક વાંચવાના પૈસા આપે છે સરકાર

રીલ્‍સ અને શોર્ટ વિડિયો અને સતત સ્‍માર્ટફોનનું સ્‍ક્રોલિંગ વધી રહ્યું છે ત્‍યારે સિંગાપોરની સરકારે લોકોને વાંચન તરફ વાળવા માટે અનોખી સ્‍કીમ બહાર પાડી

સિંગાપોર તા.૧૯: રીલ્‍સ અને શોર્ટ વિડિયો અને સતત સ્‍માર્ટફોનનું સ્‍ક્રોલિગ વધી રહ્યું છે ત્‍યારે સિગાપોરની સરકારે લોકોને વાંચન તરફ વાળવા માટે અનોખી સ્‍કીમ બહાર પાડી છે. અહીં સરકારે નાગરિકો વાંચન વધારે એ માટે ડિજિટલ કોઇન્‍સ આપી રહી છે. પાંચ વર્ષ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે જેમાં માત્ર લોકોને પુસ્‍તકો તરફ વાળવાનો જ આશય નથી, સ્‍ક્રીનના વળગણથી દૂર કરીને કંઈક ઊંડા વિચાર સાથે જોડવાનો પ્રયાસ પણ છે. નેશનલ લાઇબ્રેરી બોર્ડે શરૂ કરેલા પાંચ વર્ષના રીડિગ પ્રોજેક્‍ટમાં લોકો કેટલું વાંચે છે એનો ડેટા સરકારી પોર્ટલ પર નોંધવાથી રિવોર્ડ મળે એવી સિસ્‍ટમ ડેવલપ કરી છે. ૫૦ દિવસ સુધી રોજ ૧૫ મિનિટ પુસ્‍તક વાંચવા પર રીડરને ૧ સિગાપોર ડોલર આપવામાં આવશે. ૧૫ મિનિટથી વધુ વાંચવા પર ૨૦ વર્ચ્‍યુઅલ કોઇન્‍સ મળે છે અને ૧૦૦૦ વર્ચ્‍યુઅલ કોઇન્‍સ પૂરા થાય એટલે ૧ ડોલર મળે છે. જોકે એક દિવસમાં એક જ સેશનમાં ૧૫ મિનિટનું વાંચન થયેલું હોવું જોઈએ. લોકો સતત ૧૫ મિનિટ સુધી પુસ્‍તકમાં ધ્‍યાન ચોંટાડી શકે અને અટેન્‍શન-સ્‍પેન વધે એ માટે આ મર્યાદા બાંધવામાં આવી છે. આ પ્રોજેક્‍ટ માટે નાગરિકો સાથે મળીને ૭૫ લાખ કલાક વાંચન કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે

(10:26 AM IST)