તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
શાંઘાઈની રન રોબોટિક્સ કંપનીએ બનાવ્યો અનોખો 'સેન્ટોર રોબોટ': અર્ધનર અને અર્ધપ્રાણી જેવી રચનાથી ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ
માનવ શરીરનો ઉપલો ભાગ અને ચાર પગ ધરાવતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટનું અનાવરણ: મુશ્કેલ ભૂપ્રદેશ પર પણ સરળતાથી કામ કરવા સક્ષમ

નવી દિલ્હી: વૈશ્વિક રોબોટિક્સ ક્ષેત્રે ચીનની શાંઘાઈસ્થિત જાણીતી ટેકનોલોજી કંપની 'રન રોબોટિક્સ' (Run Robotics) દ્વારા એક અદ્ભુત અને વિજ્ઞાનકથા જેવો 'સેન્ટોર રોબોટ' (Centaur Robot) વિકસાવવામાં આવ્યો છે; ગ્રીક પૌરાણિક કથાઓના 'સેન્ટોર' (અડધો માનવ અને અડધો ઘોડો) પાત્રમાંથી પ્રેરણા લઈને બનાવાયેલા આ રોબોટમાં ઉપરનો ભાગ માનવ જેવો બે હાથ ધરાવતો અને નીચેનો ભાગ ચાર પગવાળા પ્રાણી જેવો રાખવામાં આવ્યો છે; આ વિશિષ્ટ ડિઝાઈનને કારણે રોબોટ માનવ સ્માર્ટનેસ અને ચાર પગ ધરાવતા વાહનો કે પ્રાણીઓ જેવી સ્થિરતાનો એકસાથે અનુભવ કરાવે છે; કંપનીના જણાવ્યા અનુસાર, આ અદ્યતન AI સંચાલિત રોબોટ ભારે વજન ઊંચકવા, પહાડી કે ખડકાળ જેવા વિષમ અને અસમતલ ભૂપ્રદેશ પર સંતુલન જાળવીને ચાલવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપત્તિ વ્યવસ્થાપન) અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં જોખમી કાર્યો કરવા માટે અત્યંત કાર્યક્ષમ પુરવાર થશે; આ અનોખી શોધે વૈશ્વિક રોબોટિક્સ ઉદ્યોગમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે.
શરદ ચીનની કંપનીના દાવા અનુસાર આ રોબોટમાં વપરાયેલાં ૯૫ ટકા પૂર્જા ચીનમાં જ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ ૨૦૨૬માં દુનિયાનો પહેલો સેન્ટોર રોબોટ ચીનની આ કંપનીએ રજૂ કર્યો હતો. આ રોબોટનો ઉપલો હિસ્સો હ્યુમેનોઇડ રોબોટ એટલે કે માણસ જેવા રોબોટ જેવો છે જ્યારે નીચેનો હિસ્સો ચાર પગ પર ચાલતાં જનાવરો જેવો છે. પગની નીચે પૈડાં પણ લગાવવામાં આવેલા છે.જેને કારણે તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ખતરનાક પરિસ્થિતિઓમાં કામ કરવા માટે આ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રોબોટ ૧૦૦થી ૧૨૦ કિલો વજન આસાનથી ઉંચકી શકે છે. તેમાં પગ અને પૈડાં બંને હોઇ આ વજનને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર આ રોબોટને બચાવ કામગીરીઓમાં સહાય કરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. ખતરનાક જગ્યાઓ પર આ રોબોટ તેની રચનાને કારણે આસાનીથી જઇ શકે છે અને તેમાંથી સરળતાથી બહાર પણ આવી શકે છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
