News of Saturday, 15th August 2026
ગંભીર ઊર્જા કટોકટી: ૪૦ કરોડ બેરલના ઈમરજન્સી સ્ટોકમાંથી ૩૫ કરોડ બેરલ ઓઈલ ખાલી થઈ ગયું
વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: માત્ર ૫ કરોડ બેરલનો મામૂલી જથ્થો બચતાં અતિ ગંભીર પરિસ્થિતિ: કાચા તેલના ભાવ ભડકે બળવાની મોટી ભીતિ

નવી દિલ્હી :વિશ્વમાં ઊર્જા સંકટને લઈને અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. દેશ પાસે રહેલા ૪૦ કરોડ બેરલના પ્રચંડ ઈમરજન્સી ઓઈલ રિઝર્વ (અનામત જથ્થા)માંથી તબક્કાવાર રીતે આશરે ૩૫ કરોડ બેરલ કાચું તેલ વપરાઈ જતાં હવે સ્ટોક તળિયાઝાટક થઈ ગયો છે. માર્કેટમાં સપ્લાય જાળવી રાખવા માટે કરાયેલા અંધાધૂંધ વપરાશને કારણે હવે ઈમરજન્સી સ્ટોકમાં માત્ર ૫ કરોડ બેરલ જેટલો જ મામૂલી જથ્થો બાકી રહ્યો છે.
આનો અર્થ એવો થાય કે બજારની પાસે સપ્લાયમાં કોઈ નવા સંકટનો સામનો કરવા માટે પહેલાની તુલનાએ ઓછા વિકલ્પ બચ્યા છે. રિપોર્ટનું માનવું છે કે જો હાલના સપ્લાયમાં અવરોધ લાંબા સમય સુધી રહ્યો તો ક્રૂડ ઓઇલની કિંમતો પર તેની અસર જોવા મળી શકે છે. અહેવાલ મુજબ બજારમાં ઓઇલનો ભંડાર ઘટવાની વર્તમાન પ્રતિ દિન ૨૪ લાખ બેરલ છે. આ આધારે ચોઇસ ઇન્સ્ટિટયુશનલ ઇક્વિટીઝનો અંદાજ છે કે આઇઇએ તરફથી જારી કરવામાં આવેલા ૪૦ કરોડ બેરલ ઓઇલનો ઇમરજન્સી ફંડમાંથી ૩૫ કરોડ બેરલનો જથ્થો બજારમાં ખપી ચૂક્યો છે. આમ ઇમરજન્સી ઓઇલ ભંડોળના લગભગ ૮૮ ટકા હિસ્સાની ખપત થઈ ચૂકી છે. આમ ખાડી યુદ્ધની આડઅસર પણ આ સ્વરૂપમાં જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે એક તરફ વૈશ્વિક બજારમાં ઓઇલ ભંડારને લઈને ચિંતા છે તો અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સ્ટોક ઝડપથી વધી રહ્યો છે. અહેવાલ મુજબ અમેરિકામાં ક્રૂડ ઓઇલનો ભંડાર એક સપ્તાહમાં લગભગ ૧.૭ કરોડ બેરલ વધ્યો છે. આ જાન્યુઆરી ૨૦૨૩ પછી થયેલો સૌથી મોટો વધારો છે. તેમા એક મોટું કારણ ખાડીમાં થયેલો ઓઇલ સ્ટોકનો વધારો છે. આયાત કેટલાય મહિનાના ઊંચા સ્તરે પહોંચી છે, જ્યારે નિકાસ નબળી રહી છે.તેના કારણે ક્રૂડ ઓઇલ અમેરિકાની અંદર જ રહી ગયું છે, તેની નિકાસ થઈ નથી. બીજી બાજુએ ચીને તેના ઓઇલ ભંડાર ઘટયા પછી ફરીથી ખરીદી વધારી છે. જુલાઈમાં ચીનના શાનડોંગ ક્ષેત્રમાં ઓઇલ ભંડારમાં ૩.૫ કરોડ બેરલનો વિક્રમજનક ઘટાડો નોંધાયો હતો. હવે રિફાઇનરીઓનું મેઇન્ટેનન્સનું કામ પૂરુ થતાં ક્રૂડ ઓઇલની ખપતમાં વધારો થવાની આશા છે. ઓગસ્ટમાં રિફાઇનરીઓની ઓઇલ પ્રોસેસિંગની ક્ષમતામાં છ ટકા વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
