<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

દેખાવડી છોકરી જોઈ યુવકે લગ્ન કર્યા, સુહાગરાત પર મેકઅપ ઉતાર્યો તો ચીસ પાડી ગયો, અસલી રુપ જોઈ છૂટાછેડાની માંગ કરી

સોશિયલ મીડિયા પર હાલમાં તુર્કીની એક ચર્ચિત ઘટના વાયરલ થઈ રહી છે, જે લગ્ન, સંબંધ અને મેકઅપને લઈ નવી ચર્ચાને જન્‍મ આપે છે

અંકારા તા.૨૧: સોશિયલ મીડિયા પર હાલમાં તુર્કીની એક ચર્ચિત ઘટના વાયરલ થઈ રહી છે, જે લગ્ન, સંબંધ અને મેકઅપને લઈ નવી ચર્ચાને જન્‍મ આપે છે. સ્‍ટોરી અનુસાર, એક નવવિવાહિત વરરાજાએ સુહાગરાતની રાતે પોતાની પત્‍નીને મેકઅપ વિના જોઈ તો આઘાતમાં સરી પડ્‍યો. તેણે તરત છૂટાછેડા લેવાની વાત કહી દીધી.

વરરાજાનો આરોપ છે કે પત્‍નીએ મેકઅપ કરીને તેને દગો આપ્‍યો, કેમ કે તે મેકઅપ વિના એકદમ અલગ દેખાતી હતી. આ દરમ્‍યાન દુલ્‍હનની બે તસવીરો સામે આવી છે. એક તસવીરમાં તે મેકઅપ સાથે ખૂબ જ આકર્ષક લાગી રહી છે, જ્‍યારે બીજી તસવીરમાં તેને નેચરલ લુક છે. બંને તસવીરમાં ફર્ક જોઈ લોકો પણ નવાઈ પામ્‍યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. જો કે આ સ્‍ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, કોઈ ન્‍યૂઝ ચેનલે તેની પુષ્ટિ નથી કરી.

જાણકારી અનુસાર, વરરાજાએ કહ્યું કે, લગ્ન પહેલા તે પત્‍નીને મેકઅપમાં જ જોઈ હતી. સુહાગરાત પર જ્‍યારે તેનો અસલી ચહેરો જોયો તો તે છેતરાયો હોવાનો અનુભવ થયો. તેનું કહેવું છે કે સંબંધની શરુઆત જૂઠાણા પર ન થવી જોઈએ. આ નિવેદનથી એક તરફ લોકોમાં ગુસ્‍સો છે તો બીજી તરફ લોકો તેના સમર્થનમાં પણ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

એક તરફ વરરાજાને ઇમચ્‍યોર અને ખાલી રુપ પર ધ્‍યાન આપનારો ગણાવી રહ્યા છે, કહી રહ્યા છે કે લગ્ન ખાલી ચહેરાની સુંદરતા પર નથી ટકતા. મેકઅપ એક પર્સનલ ચોઈસ છે. તેને દગો આપવો ન કહી શકાય. કેટલીય મહિલાએ કોમેન્‍ટ કરીને લખી રહી છે કે દરેક મહિલા રોજ મેકઅપ કરીને નથી રહી શકતી. લગ્નનો મતલબ નેચરલ રુપનો સ્‍વીકાર કરવાનો છે. બીજી તરફ લોકો વરરાજાની વાત સાથે પણ સહમત થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે લગ્ન પહેલા બંનેએ એકબીજાને મેકઅપ અને ફિલ્‍ટર વિના જોઈ લેવા જોઈએ. આજકાલ સોશિયલ મીડિયા અને મેકઅપના કારણે લોકો એકબીજાના અસલી રુપથી અજાણ રહી જાય છે. આ ઘટના ખાલી એક કપલની નથી, પણ આજના સમયમાં આકર્ષણ, પ્રસ્‍તુતિ અને વાસ્‍તવિકતાની વચ્‍ચેના અંતરને ઉજાગર કરે છે.

મેકઅપ, ફિલ્‍ટર, લાઈટિંગ અને એંગલ્‍સે સુંદરતાની પરિભાષા બદલી નાખી છે. કેટલાય યુવાનો હવે વ્‍યક્‍તિથી વધારે પ્રેઝન્‍ટેશન પર આકર્ષિત થાય છે. જ્‍યારે અસલી હકીકત સામે આવે છે તો કેટલાય સંબંધો તૂટી જાય છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે લગ્ન એક લાંબી યાત્રા છે. તેમાં થાક, બીમારી, મેકઅપ વિનાનો ચહેરો, ભાવનાત્‍મક ઉતાર-ચઢાવ બધું સામેલ હોય છે. જો કોઈ ખાલી પરફેક્‍ટ લુકની આશા રાખે છે તો સંબંધ ટકાવો મુશ્‍કેલ છે. તુર્કીની આ ઘટનાએ દુનિયાભરમાં આ મુદ્દા પર ચર્ચા શરુ કરી દીધી છે. ભારતમાં પણ આવા અનેક કિસ્‍સા સામે આવી ચુક્‍યા છે.

 

(9:55 AM IST)