તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
વેઈટ લોસમાં ‘વૈજ્ઞાનિક વિસ્ફોટ’: કુદરતી હોર્મોન FGF21 થી ચરબીના થર મીણની જેમ ઓગળશે:શરીર પોતે જ બનશે જિમ
ઓઝેમ્પિક-વેગોવી જેવી મોંઘી દવાઓ સામે કુદરતી પડકાર: મગજના ખાસ સર્કિટને એક્ટિવ કરી મેટાબોલિઝમ રોકેટ જેવું ફાસ્ટ બનાવશે: વજન ઘટાડવાની નવી ક્રાંતિ

નવી દિલ્હી: જો તમે ડાયેટિંગ અને કલાકોના વર્કઆઉટથી કંટાળ્યા હોવ તો વિજ્ઞાનીઓએ એક નવી જાદુઈ લાકડી શોધી કાઢી છે. યુનિવર્સિટી ઓફ ઓકલાહોમાના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આપણા શરીરમાં રહેલો FGF21 (ફાઈબ્રોબ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર 21) નામનો હોર્મોન મેદસ્વીતાને જડમૂળથી ઉખેડી ફેંકવાની ક્ષમતા ધરાવે છે.
કેવી રીતે કામ કરશે આ નવી ટેકનિક? સામાન્ય રીતે વજન ઘટાડવાની દવાઓ ભૂખ ઘટાડે છે, પણ FGF21 મગજના પશ્ચાદ્ ભાગમાં (Hindbrain) જઈને સીધું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયાને વેગ આપે છે. તેનો અર્થ એ કે તમે ઓછું જમો એના કરતા તમારું શરીર શક્તિનો વપરાશ (Energy Burning) વધુ કરશે. આ હોર્મોન મગજના એ જ ભાગ પર કામ કરે છે જ્યાં પ્રખ્યાત ‘ઓઝેમ્પિક’ દવા કરે છે, પણ આ હોર્મોનનો રસ્તો અને પદ્ધતિ એકદમ અલગ અને વધુ નેચરલ છે.
વિજ્ઞાનીઓ માને છે કે આ શોધથી ભવિષ્યમાં એવી દવાઓ બનશે જેની કોઈ સાઈડ ઈફેક્ટ નહીં હોય અને જે લોકો જિનેટિક કારણોસર વજન નથી ઉતારી શકતા, તેમના માટે આ વરદાન સાબિત થશે. ખાસ કરીને ‘લિવર’ ની બીમારીઓ અને ડાયાબિટીસમાં પણ આ હોર્મોન રામબાણ ઈલાજ બની શકે છે.
મેથ્યુ પોથોફે આશા વ્યક્ત કરી કે આ ખાસ સર્કિટને સમજવાથી વધુ અસરકારક અને ઓછી સાઇડ-ઇફેક્ટ્સ ધરાવતી સારવાર બનાવી શકાય છે. હાલમાં FGF21 જેવી દવાઓ ક્યારેક પેટ સંબંધિત સમસ્યાઓ અથવા હાડકાંમાં નબળાઈ જેવા સાઇડ-ઇફેક્ટ્સ પેદા કરી શકે છે. આથી સાઇડ-ઇફેક્ટ્સ ન હોય એવી દવા બનાવવી શક્ય છે.
મેથ્યુ પોથોફ અને તેમની ટીમ માને છે કે આ શોધ મેદસ્વીપણું અને MASH માટે નવી સારવાર વિકસાવવામાં મદદરૂપ બની શકે છે. આ વિશે વધુ જણાવતાં મેથ્યુ કહે છે, ‘આ અભ્યાસમાં અમે FGF21 કેવી રીતે વજન ઘટાડે છે તે સમજ્યું છે, પરંતુ આગળના અભ્યાસોમાં તપાસ કરીશું કે શું આ જ સર્કિટ MASHને પણ પાછું ફેરવી શકે છે કે નહીં.’
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
