તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સાઉદી અરેબિયાનો પિશાચી ખેલ પાડી દીધો: ઈરાન સમર્થક બળવાખોર હુથીઓ સાથે ગુપ્ત ‘ડીલ’ કરીને મચાવ્યો બ્રહ્માંડ હલાવતો ભંડાન ફોડ
મધ્ય પૂર્વમાં મહાસત્તા અમેરિકાએ મિત્ર દેશ સાઉદીની પીઠમાં સટાકથી ભોંક્યો ખંજર: સાઉદી શાસકોના હોશ ઊડ્યા: યમનમાં વર્ષોથી રક્તરંજિત જંગ ખેલતા અને ઈરાન સમર્થિત કાળમુખા હુથી વિદ્રોહીઓ સાથે અમેરિકાએ ગુપ્ત રણનીતિ ઘડીને ફેરવ્યો કાળો નાગ: લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા અટકાવવા માટે સાઉદીના હિતોનો બોલાવી દીધો કૂચડો!:પરંપરાગત મિત્ર સાઉદી અરેબિયાને અંધારામાં રાખીને ઈરાન સમર્થક જુથ સાથે હાથ મિલાવતાં વૈશ્વિક રાજકારણમાં કાળજું કંપાવતો વિસ્ફોટ

નવી દિલ્હી :મધ્ય પૂર્વના રક્તરંજિત રણમેદાનમાંથી આખી દુનિયાના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને ખૌફનાક આંતરરાષ્ટ્રીય ભંડાન ફોડ સામે આવ્યો છે! સાઉદી અરેબિયા જેવા પોતાના પરંપરાગત અને પરમ મિત્ર દેશનો પિશાચી ખેલ પાડીને મહાસત્તા અમેરિકાએ ઈરાન સમર્થિત કાળમુખા હુથી વિદ્રોહીઓ સાથે ગુપ્ત ‘ડીલ’ કરીને મોટો રાક્ષસી ધડાકો કરી દીધો છે.
જોકે હજુ સુધી કોઈ ઔપચારિક કરારની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ રાજદ્વારી વર્તુળો અનુસાર બંને પક્ષો વચ્ચે અનૌપચારિક સમજૂતી બની ચૂકી છે. હુથીઓએ અમેરિકાને ખાતરી આપી છે કે તેઓ અમેરિકી અને અન્ય આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન નહીં બનાવે તેમજ અગાઉ થયેલા યુદ્ધવિરામનું પાલન કરશે. બીજી તરફ, હુથીઓએ ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને સાઉદીનું તેલ લઈ જતા ટેન્કરો પર હુમલા ચાલુ રાખવાની ખુલ્લી ધમકી આપી છે. ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકા લાલ સાગરમાં પોતાના જહાજોને સુરક્ષિત રાખવા અને હુથીઓ સાથેના સીધા સૈન્ય સંઘર્ષથી બચવા માંગે છે.
આ ઘટનાક્રમ વચ્ચે હુથી વિદ્રોહીઓએ યમનના લાલ સાગર તટીય વિસ્તારમાં ઝડપી આગળ વધારો કરીને બાબ અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના અનેક ટાપુઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ દરિયાઈ માર્ગ સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઈલની વૈશ્વિક નિકાસ માટે જીવનરેખા સમાન છે. આ જ દરમિયાન હુથી ડ્રોન અને મિસાઈલો સાઉદીના શહેરો અને તેલ સંસ્થાનો પર સતત ત્રાટકી રહ્યા છે, જેના કારણે પવિત્ર મક્કા શહેરમાં પણ ડ્રોન હુમલાનું એલર્ટ જારી કરવાની ફરજ પડી હતી.
આ સમગ્ર સ્થિતિમાં સાઉદી અરેબિયા સંપૂર્ણપણે એકલું પડી ગયું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. સાઉદી સમર્થિત લડવૈયાઓ કે સાઉદીના હવાઈ હુમલા હુથીઓને રોકવામાં નિર્ણાયક સાબિત થઈ શક્યા નથી. પાકિસ્તાન અને તુર્કીયે જેવા દેશોએ યમનમાં સીધા સૈન્ય અભિયાન ચલાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, જ્યારે અમેરિકા અને બ્રિટને પણ હુથી ઠેકાણાઓ પર બોમ્બમારા કરવાની સાઉદીની માંગણી સ્વીકારી નથી. જો આ અનૌપચારિક સમજૂતી કાયમ રહે અને હુથીઓ માત્ર સાઉદી જહાજોને જ નિશાન બનાવતા રહેશે, તો સાઉદી અરેબિયાએ પોતાની શિપિંગ સુરક્ષા અને બાબ અલ-મંદેબ મોરચે એકલા હાથે જ આકરા દબાણનો સામનો કરવો પડશે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
