તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે અંદરોઅંદર હુમલા રોકવા માટે ભયાનક રૂ. ૯,૫૦0 કરોડની ગુપ્ત ડીલનો સ્ફોટક ધડાકો: મિડલ ઈસ્ટના ભડકે બળતા રાજકારણમાં ચારેય તરફ મચી ગયો ખળભળાટ
શત્રુતા ભૂલીને પૈસાના જોરે શાંતિ ખરીદવાના ગુપ્ત સોદાની ખૌફનાક વિગતો બહાર આવતા વૈશ્વિક આલમ અને મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વર્ષોથી લોહિયાળ સંઘર્ષ અને એકબીજાના લોહીના તરસ્યા બનેલા મિડલ ઈસ્ટના બે દિગ્ગજ દુશ્મનો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ખળભળાટ મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી બહાર આવેલી ગુપ્ત માહિતી મુજબ, બંને દેશો વચ્ચે એકબીજાના પ્રદેશો પર થતા હુમલાઓ અને મિસાઈલ હુમલાઓને કાયમ માટે રોકવા માટે અંદાજે રૂ. ૯,૫00 કરોડ (બિલિયન ડોલર્સ) ની મસમોટી ઓફર અને સિક્રેટ ડીલ કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને તેહરાનની મુલાકાત લઈને હુથી જૂથ સાથે સંભવિત યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી. એક રાજદ્વારી સૂત્રે દાવો કર્યો હતો કે સાઉદી મંત્રી જે હર્ક્યુલસ સૈન્ય પરિવહન વિમાનમાં તેહરાન પહોંચ્યા હતા, તેમાં જ આ નાણાં લાવવામાં આવ્યાં હતાં. જોકે, સાઉદી અધિકારીએ નાણાંની હેરફેર થઈ હોવાની પુષ્ટિ કરી નહોતી.
અહેવાલો મુજબ, તેહરાનમાં યોજાયેલી ચર્ચામાં તુર્કીની ગુપ્તચર એજન્સીના વડા ઈબ્રાહિમ કાલિન અને પાકિસ્તાનના લશ્કરી વડા આસિમ મુનીર પણ સામેલ હતા. આ ઉપરાંત ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન, સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી જનરલ મોહસેન રેઝાઈ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ના વરિષ્ઠ અધિકારીઓની હાજરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પણ પ્રિન્સ ખાલિદ બિન સલમાનની તેહરાન મુલાકાત અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમાં જણાવાયું હતું કે મક્કા સંયુક્ત સંરક્ષણ ગઠબંધનના સભ્ય દેશોના પ્રતિનિધિઓ સાથેની આ મુલાકાતનો હેતુ તણાવ ઘટાડવો, રાજદ્વારી ઉકેલોને પ્રોત્સાહન આપવું અને કતાર તથા પાકિસ્તાન દ્વારા ચાલી રહેલા મધ્યસ્થીના પ્રયાસોને સમર્થન આપવાનો છે.
સાઉદી અધિકારીના જણાવ્યા અનુસાર, હુથી જૂથ સાથેના વિવાદનો એક મહત્ત્વનો મુદ્દો ત્રણ વર્ષ પહેલાં થયેલી સમજૂતીઓના અમલ સાથે જોડાયેલો છે. આ સમજૂતી હેઠળ સાઉદી અરેબિયાએ હુથી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં સરકારી કર્મચારીઓના પગાર ચૂકવવા અને નાગરિક માળખાકીય સુવિધાઓનું પુનર્નિર્માણ કરવા માટે સીધી નાણાકીય સહાય આપવાની હતી. તેના બદલામાં હુથી જૂથે યુદ્ધવિરામ જાળવવાનો અને સાઉદી અરેબિયા પરના હુમલા બંધ કરવાનો હતો. તાજેતરના મહિનાઓમાં હુથીઓએ સાઉદી અરેબિયા અગાઉની સમજૂતીમાંથી પાછળ હટ્યું હોવાનો આક્ષેપ કરીને પોતાના હુમલાઓનો બચાવ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ, સાઉદી અરેબિયાની સ્થિતિ એવી હોવાનું કહેવાય છે કે લશ્કરી દબાણ હેઠળ નવી યુદ્ધવિરામ સમજૂતી સ્વીકારવામાં નહીં આવે. યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર પાસેથી કબજે કરાયેલા વિસ્તારો પરત સોંપવામાં આવે તે પહેલાં હુથીઓને નાણાં આપવાનો પણ સાઉદી અરેબિયાનો વિરોધ હોવાનો દાવો છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
