<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સેમસંગનો ઐતિહાસિક સ્કોર: માર્કેટ કેપ ૧ ટ્રિલિયન ડોલરને પાર, એઆઈ (AI) એ નસીબ પલટાવ્યું

દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપનીનો ડંકો: એપલ અને માઈક્રોસોફ્ટની ક્લબમાં સેમસંગની એન્ટ્રી:ચીપ માર્કેટમાં તેજીનો કરંટ:શું હવે સ્માર્ટફોન અને એઆઈ સેક્ટરમાં સેમસંગ બનશે નિર્વિવાદ રાજા? રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ

નવી દિલ્હી: ગ્લોબલ ટેકનોલોજી માર્કેટમાં અત્યારે માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે—સેમસંગ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા ક્રેઝ અને તેની સાથે જોડાયેલી હાઈ-એન્ડ મેમરી ચીપ્સની ડિમાન્ડે સેમસંગની માર્કેટ વેલ્યુને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી છે. સેમસંગની માર્કેટ કેપ હવે ૧ ટ્રિલિયન ડોલરના જાદુઈ આંકડાને પાર કરી ગઈ છે.
સેમસંગના શેરોમાં એક જ દિવસમાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. જેના કારણે તેની કુલ માર્કેટ કેપ પહેલીવાર ટ્રિલિયન ડોલર પાર પહોંચી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર સેમસંગ એશિયાની બીજી કંપની બની હતી. આ ઉછાળાનું મુખ્ય કારણ એઆઈ ટેકનોલોજી માટે જરૂરી અદ્યતન મેમરી ચિપ્સની વધતી માંગ છે. ડેટા સેન્ટર અને એઆઈ સિસ્ટમોમાં વપરાતી આ ચિપ્સના ઉત્પાદન ક્ષેત્રે સેમસંગ આગેવાન છે.
સેમસંગના શેરોમાં થયેલા વધારાથી દક્ષિણ કોરિયાના મુખ્ય સૂચકાંક કોસ્પી નવા ટોચે પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વભરના સેમિકન્ડક્ટર બજારમાં ચાલી રહેલી તેજી અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચની અપેક્ષાએ પણ આ રેલીને ટેકો આપ્યો છે.

 

(7:52 PM IST)