તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: ૭૦૦ ડ્રોન અને મિસાઈલોના વરસાદથી ૧૬નાં મોત
પુતિનની સેનાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવી ભીષણ બોમ્બમારો કર્યો છે: આ ભયાનક હુમલામાં ૮૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અનેક ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયાએ આક્રમક વલણ અપનાવતા યુક્રેન પર ડ્રોન અને મિસાઈલોનો મારો ચલાવ્યો છે. મળતી માહિતી મુજબ, રશિયન સેનાએ એકસાથે ૭૦૦ જેટલા આત્મઘાતી ડ્રોન અને ડઝનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી યુક્રેનની સંરક્ષણ પ્રણાલીને હચમચાવી દીધી છે. આ હુમલામાં રહેણાંક વિસ્તારો અને પાવર ગ્રીડને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અનેક શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે. યુક્રેનિયન પ્રમુખે આ હુમલાને 'આતંકવાદી કૃત્ય' ગણાવી વિશ્વના દેશો પાસે વધુ સૈન્ય મદદની માંગ કરી છે. આટલા મોટા પાયે થયેલા હુમલા બાદ સમગ્ર યુરોપમાં ચિંતાના વાદળો છવાયા છે અને યુદ્ધ વધુ વકરવાની ભીતિ સેવાઈ રહી છે.
યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં આશરે 700 ડ્રોન અને અનેક બેલેસ્ટિક તેમજ ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા બે અઠવાડિયામાં રશિયા તરફથી કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે.
રાજધાની કીવમાં મિસાઇલ હુમલામાં 12 વર્ષના બાળક સહિત 4 લોકોના મોત થયા છે. અહીં 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. દક્ષિણી બંદર ઓડેસા શહેરમાં રશિયન મિસાઇલોએ હાહાકાર મચાવ્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા છે. મધ્ય યુક્રેનના ડિનિપ્રો અને ઝાપોરિજ્જિયામાં 3 અને દક્ષિણમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
રશિયાએ આ હુમલામાં ઈરાની બનાવટના શાહેદ પ્રકારના ડ્રોનનો મોટો જથ્થો ઉતાર્યો હતો. યુક્રેનિયન વાયુસેનાએ દાવો કર્યો છે કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમે 703 માંથી 667 લક્ષ્યોને હવામાં જ તોડી પાડ્યા હતા. જોકે, 20 ડ્રોન અને 12 મિસાઇલો સુરક્ષા કવચ ભેદીને રહેણાંક વિસ્તારોમાં ત્રાટકી હતી.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
