News of Thursday, 26th November 2026
રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સંરક્ષણ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: પુતિનના ઘરમાં ઘૂસીને યુક્રેનનો મોટો હુમલો: રશિયાના સવાસ્લેયકા એરબેઝ પર 5 ફાઈટર જેટને ભારે નુકસાન પહોંચાડ્યાના દાવાથી ભારે હાહાકાર
મોસ્કોથી પૂર્વમાં આવેલા નિઝની નોવગોરોડ પ્રાંતના એરફિલ્ડ પર ત્રાટકેલા હુમલામાં 3 MiG-31 અને 2 Su-34 ફાઈટર-બોમ્બર વિમાનોને નિશાન બનાવાતા સંરક્ષણ વર્તુળોમાં ખળભળાટ:સામે પક્ષે રશિયાએ પણ 112 જેટલા સ્ટ્રાઈક ડ્રોન છોડી વળતો પ્રહાર કરતા યુદ્ધની જ્વાળાઓ વધુ ભડકી:આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં એક અત્યંત સનસનાટીભર્યો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. રશિયાની સરહદમાં અંદર ઘૂસીને યુક્રેની દળોએ સવાસ્લેયકા એરબેઝ પર મોટો હુમલો કરી 5 ફાઈટર જેટને નિશાન બનાવ્યા હોવાના યુક્રેની સૈન્યના દાવાથી સમગ્ર વિશ્વમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલાઓ વધુ તેજ બન્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે તેની સેનાએ રશિયાના એક મોટા સૈન્ય એરબેઝ પર હુમલો કરીને પાંચ લડાકુ વિમાનોને નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલો મોસ્કોની પૂર્વમાં નિઝની નોવગોરોડ વિસ્તારમાં આવેલા સવાસ્લેયકા એરબેઝ પર કરવામાં આવ્યો હતો.
યુક્રેનના જણાવ્યા મુજબ, આ હુમલામાં ત્રણ MiG-31 અને બે Su-34 વિમાનોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક વિમાનોનો ઉપયોગ રશિયા યુદ્ધમાં કરે છે. બીજી તરફ, રશિયાએ પણ યુક્રેનની રાજધાની કીવ પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે, જેમાં એક શોપિંગ સેન્ટર અને અન્ય ઇમારતોને ભારે નુકસાન થયું છે.
યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે જણાવ્યું હતું કે, 'અમારી સેનાએ લાંબા અંતર સુધી પ્રહાર કરતા હથિયારોની મદદથી સવાસ્લેયકા એરબેઝને નિશાન બનાવ્યું હતું.' યુક્રેનિયન અધિકારીઓના મતે, હુમલામાં ત્રણ MiG-31 અને બે Su-34 ફાઇટર જેટને નુકસાન થવાથી આ વિમાનોને હાલ પૂરતા ઓપરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે MiG-31નો ઉપયોગ હાઇપરસોનિક મિસાઇલ છોડવા માટે થાય છે, જ્યારે Su-34 ફાઇટર-બોમ્બર વિમાન છે. યુક્રેનનું કહેવું છે કે આ હુમલાનો ઉદ્દેશ્ય રશિયાની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે. જોકે, રશિયાએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, જેના કારણે પાંચેય વિમાનોને થયેલા નુકસાનની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
