News of Thursday, 16th July 2026
મિડલ ઈસ્ટમાં ત્રીજા મહાયુદ્ધના ભણકારા: ટ્રમ્પનો ઈરાનને ઘેરવાનો સૌથી મોટો આદેશ: હોર્મુઝ સામુદ્રધુનીમાં અમેરિકાના ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર્સ તૈનાત
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) સામે અમેરિકી નેવી આમને સામને: અબુ મુસા અને ટનબ ટાપુઓ પર બાજ નજર: ગ્લોબલ ઓઇલ માર્કેટમાં ભારે હલચલ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. અમેરિકી વહીવટીતંત્રના ટોચના લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોન (Pentagon) ના સેનાપતિઓ સાથે એક અત્યંત ગુપ્ત બેઠક કરીને ઈરાનની મેઈનલેન્ડની બિલકુલ નજીક આવેલા અને હોર્મુઝની સામુદ્રધુની પર સીધું નિયંત્રણ રાખતા વ્યૂહાત્મક ટાપુઓ પર અમેરિકી સૈન્યની પકડ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે જો ઈરાનને આ આંતરરાષ્ટ્રીય ટ્રેડ રૂટ પરથી કાયમી ધોરણે નબળો કરવો હોય, તો તેના આઈલેન્ડ બેઝ પર અમેરિકા અથવા તેના મિત્ર દેશોનું લશ્કરી પ્રભુત્વ હોવું અનિવાર્ય છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકી પ્રશાસન ઈરાનને ઘેરવા માટે નીચેના ત્રણ વિકલ્પો પર ગંભીરતાથી વિચારી રહ્યું છે:
હવાઈ હુમલા તેજ કરવા: ઈરાનના ઉર્જા મથકો સહિતના આંતરિક વિસ્તારો પર એર સ્ટ્રાઈક વધારવી.જમીની સેના મોકલવી: હોર્મુઝ જળડમરુમધ્ય નજીક આવેલા ઈરાની દ્વીપો (ખર્ગ દ્વીપ સહિત) પર અમેરિકી સેના મોકલીને તેના પર લશ્કરી કબજો કરવો.પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો: ઈરાનની ગુપ્ત પરમાણુ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા એક મજબૂત કિલ્લા સમાન ટનલ પરિસર 'પિકેક્સ માઉન્ટેન' પર ભીષણ બોમ્બમારો કરવો, જેને અમેરિકાએ હજુ સુધી નિશાન બનાવ્યું નથી.
અમેરિકી સમયાંતરે મંગળવારે સાંજે યોજાયેલી આ હાઈ-લેવલ બેઠકમાં ખર્ગ દ્વીપ અને હોર્મુઝના આસપાસના વિસ્તારોમાં અમેરિકી સૈનિકો ઉતારીને નિયંત્રણ મેળવવાની સંભાવનાઓ ચકાસવામાં આવી છે. જોકે, આ અંગે હજુ કોઈ આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ આ ગતિવિધિઓ સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકા ઈરાન પ્રત્યે પોતાની સૈન્ય નીતિમાં એક મોટો અને આક્રમક બદલાવ કરવા જઈ રહ્યું છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
