તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
રસ્તા પર પ્લેટ લઈને પૈસા માંગતો રોબોટ થયો વાયરલ
લોકો બોલ્યા- હવે ભીખ માંગવાનું પણ ઓટોમેટિક : એક રોબોટ રસ્તાની બાજુમાં પ્લેટ અને QR કોડ સાથે બેઠો જોવા મળે છે. લોકો તેની પાસે રોકાઈને પૈસા આપતા પણ નજરે પડે છે

બીજીંગ તા.૧૮: સોશિયલ મીડિયા પર હાલમાં ચીન નો એક અનોખો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આヘર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોમાં એક રોબોટ રસ્તાની બાજુમાં બેઠેલો જોવા મળે છે, જે પસાર થતા લોકો તરફ પ્લેટ લંબાવીને પૈસા માંગતો હોય તેવું દેખાય છે. તેની આ અનોખી હરકતને કારણે વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે.
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે રોબોટની સામે એક પ્લેટ રાખવામાં આવી છે. એટલું જ નહીં, ડિજિટલ પેમેન્ટ માટે તેની બાજુમાં QR કોડ પણ મૂકવામાં આવ્યો છે. રસ્તા પરથી પસાર થતા લોકો તેની પાસે રોકાય છે, તેને ઉત્સુકતાથી જુએ છે અને કેટલાક લોકો તેની પ્લેટમાં પૈસા પણ નાખતા નજરે પડે છે. રોબોટની આ અનોખી રજૂઆત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મોટાભાગના લોકો આ વીડિયોને લઈને રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, હવે તો રોબોટ પણ કમાણીના નવા રસ્તા શોધી રહ્યા છે. જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું કે, ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે ભીખ માંગવાનું કામ પણ ઓટોમેટ થઈ ગયું.
આ વીડિયોની લોકપ્રિયતા એટલી વધી છે કે લોકો તેને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે તેમણે પહેલીવાર કોઈ રોબોટને આ રીતે લોકો પાસેથી પૈસા માંગતા જોયો છે. જોકે, આ રોબોટ કોઈ પ્રચાર અભિયાન , ટેકિનકલ પ્રદર્શન કે મનોરંજન કાર્યક્રમ નો ભાગ હતો કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
હાલમાં નામના એક્સ (X) હેન્ડલ પરથી શેર કરાયેલા આ વીડિયોની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને ટેક્રોલોજીનો રસપ્રદ પ્રયોગ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ભવિષ્યની ઝલક તરીકે જોઈ રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે આ વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સને ચર્ચા અને મનોરંજન માટે નવો વિષય આપી દીધો છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
