<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

તબીબી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સનો પ્રચંડ ઇતિહાસ: સર્જિકલ રોબોટે માણસની મદદ વિના ડુક્કરનું પિત્તાશય કાઢવાની સર્જરી ૧૦૦% સફળતાપૂર્વક કરી: વૈશ્વિક વિજ્ઞાનીઓ અને મેડિકલ કાઉન્સિલના મસમોટા ધડાકાથી દુનિયાભરના સર્જનો સ્તબ્ધ

સેન્સર્સ અને હાઇટેક એઆઈ અલ્ગોરિધમની મદદથી રોબોટે જાતે જ કરી જટિલ વાઢકાપ અને ટાંકા લેવાની પ્રક્રિયા: મેડિકલ સાયન્સમાં સુપ્રીમ ક્રાંતિ: હોસ્પિટલો અને હેલ્થકેર સેક્ટરમાં ભવિષ્યની સર્જરીના આખેઆખા સમીકરણો બદલાયા

નવી દિલ્હી: હેલ્થકેર અને સર્જરીના ક્ષેત્રમાં વિજ્ઞાનીઓએ એક એવી અકલ્પનીય અને યુગ બદલી નાખનારી સફળતા મેળવી છે, જેમાં એક સ્માર્ટ ઓટોનોમસ સર્જિકલ રોબોટે કોઈપણ માણસ કે ડોક્ટરની ડાયરેક્ટ સહાય વગર ડુક્કરના શરીરની અંદરથી પિત્તાશય (Gallbladder) ને ઓપરેશન દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢી બતાવ્યું હોવાનો મસમોટો વૈજ્ઞાનિક ધડાકો પ્રકાશમાં આવ્યો છે. વૈશ્વિક રોબોટિક્સ લેબ અને ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ ડેસ્ક રિપોર્ટ મુજબ, શરીરના નરમ અંગો એટલે કે સોફ્ટ-ટિશ્યુ (Soft-Tissue) ની સર્જરી કરવી એ કોઈપણ કુશળ સર્જન માટે પણ શ્વાસ અધ્ધર કરી દે તેવું જટિલ કામ હોય છે, કારણ કે તેમાં પેશીઓ ફાટી જવાનો કે અચાનક રક્તસ્ત્રાવ થવાનું ભારે જોખમ હોય છે. પરંતુ આ હાઇટેક રોબોટે પોતાની અંદર ફીટ કરાયેલા વિઝન સેન્સર્સ અને ઓટો-લાઈન ટ્રેકિંગ સિસ્ટમની મદદથી પિત્તાશયની સચોટ જગ્યા શોધી, લોહીની નસોને સુરક્ષિત રાખીને આખી સર્જરી માનવ હાથો કરતાં પણ વધુ ચોકસાઈ સાથે પૂરી કરી હતી.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ દ્વિ-સ્તરીય એઆઈ મોડેલને ૧૭ કલાકના વાસ્તવિક માનવ સર્જરી વીડિયો ફૂટેજ મારફત તાલિમ આપી હતી. આ તાલિમના આધારે સર્જિકલ રોબોટે લાઈવ વિઝ્યુઅલ ઈનપુટનું અર્થઘટન કર્યું અને મૃત ડુક્કરના શરીરમાંથી પિત્તાશય કાઢવાની સર્જરી કરી હતી.
ડુક્કર પર ઓપરેશન સમયે સર્જિકલ રોબોટે 'બીજી નળીને ક્લિપ કરો' જેવા મૌખિક આદેશો આપ્યા હતા. આ રોબોટે ૧૭ અલગ અલગ સર્જિકલ કામ સાથેની આઠ અલગ અલગ પ્રક્રિયામાં ૧૦૦ ટકા સફળતાનો દર હાંસલ કર્યો હતો, જેમાં અત્યાધુનિક રીયલ ટાઈમમાં પોતાની ભૂલ સુધારવાની ક્ષમતા અને ટૂલ બદલવા અથવા ક્યારેક એડજસ્ટમેન્ટ જેવી લઘુત્તમ માનવ સહાયનો સમાવેશ થાય છે.
સર્જિકલ રોબોટની આ સિદ્ધિ તેની પોતાની ભૂલોને શોધીને તેને સુધારવાની ક્ષમતા, સર્જિકલ ચોક્સાઈ અને સલામતી વધારવા માટે એઆઈની વધતી સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે. સંશાધકો હવે લાંબા ગાળાનું વિઝન, જટિલતા દરને ઘટાડવા, સ્થિરતા સુધારવા અને સર્જિકલ ટીમોના કામના ભારને ઘટાડવા માટે સિસ્ટમો વિકસાવવા માટે આ પરીક્ષણોને આગળ વધારવાની યોજના ધરાવે છે.
સંશોધકોએ કહ્યું કે, આ પ્રયોગ સર્જિકલ રોબોટ્સને માત્ર માનવ સર્જનોના નિર્ણયો અમલમાં મૂકવાથી આગળ લઈ જાય છે અને તેમને રીયલ ટાઈમ અનુકૂલન, સ્વતંત્ર રીતે પ્રક્રિયા અનુસરવા અને સ્વ-સુધારણાની ક્ષમતા આપે છે.

 

(4:55 PM IST)