તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ચોમાસામાં ફર્નિચરનું રક્ષણ: ભેજ વચ્ચે રસોડા અને કબાટોને ઉધઈથી બચાવવાના ૬ બેસ્ટ દેશી નુસખા
મોંઘા પેસ્ટ કંટ્રોલ વગર જ ઘરની ચીજોથી ભાગશે ઉધઈ:કપૂર, લીમડો અને વિનેગરનું અદભુત મિશ્રણ: લાકડાની આયુષ્ય વધારવાની સરળ રીતો

નવી દિલ્હી: વરસાદની ઋતુ શરૂ થતાં જ ઘરોમાં ભેજની ગંધ અને દિવાલો કે ફર્નિચરમાં ઝીણી માટીની લાઈનો (ઉધઈના ઘર) દેખાવા લાગે છે. ખાસ કરીને રસોડામાં જ્યાં પાણીનો વપરાશ સતત રહે છે, ત્યાં કેબિનેટ્સની પાછળ ઉધઈ ખૂબ ઝડપથી ફેલાય છે. જો સમયસર તેના પર ધ્યાન આપવામાં ન આવે, તો હજારો રૂપિયાનું ફર્નિચર બરબાદ થઈ શકે છે. બજારમાં મળતા કેમિકલ યુક્ત સ્પ્રે ફેફસાં અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે, ત્યારે ઘરમાં જ રહેલી સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરીને ઉધઈને જડમૂળથી દૂર કરી શકાય છે.
આવી સ્થિતિમાં લોકો બજારમાંથી ઊધઈ નાશક તેલ ખરીદીને લાવે છે, જે ખૂબ મોંઘું હોય છે. જોકે, દર વખતે આ સમસ્યાથી બચવા માટે મોંઘી પ્રોડક્ટ્સની જરૂર નથી હોતી. કેટલીક સામાન્ય આદતો અને નાના-નાના હોમ હેક્સ (ઘરગથ્થુ નુસખાઓ) અપનાવીને પણ તમે કબાટ અને કિચનના ડ્રોઅર્સને ભેજ, દુર્ગંધ અને ઊધઈથી સુરક્ષિત રાખી શકો છો. આવો જાણીએ એવા 6 સરળ અને અસરકારક ઉપાયો, જે ચોમાસામાં તમારા ઘરના ફર્નિચરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
- પાણીના લીકેજને તાત્કાલિક રિપેર કરાવો: જો રસોડાના સિંક, પાઈપ અથવા દિવાલમાંથી પાણી લીક થઈ રહ્યું હોય તો તેની અવગણના બિલકુલ ન કરવી અને તેને તાત્કાલિક રિપેર કરાવો. સતત લીકેજને કારણે કબાટ અને ડ્રોઅરની અંદર ભેજ વધે છે, જેના કારણે ઉધઈનો ઉપદ્રવ વધી જાય છે.
- કબાટ અને ડ્રોઅર્સમાં હવા આવવા દો: કબાટ અને રસોડાના ડ્રોઅરને હંમેશા બંધ રાખવાથી અંદર ભેજ જમા થઈ શકે છે. તેમને દરરોજ થોડો સમય ખોલો જેથી તાજી હવા અંદર જઈ શકે. એક્ઝોસ્ટ ફેન રૂમમાં ભેજ ઘટાડવામાં મદદ કરે છે.
- ભેજ શોષી લેતી વસ્તુઓ રાખો: સિલિકા જેલ પેકેટ્સ, એક્ટિવેટેડ ચારકોલ અથવા કેલ્શિયમ ક્લોરાઈડ જેવા ભેજ શોષકને તમારા અલમારી અથવા ડ્રોઅરમાં રાખો. આ વધારાનો ભેજ શોષી લે છે અને ભેજ વાળું થતા અટકાવે છે.
- લાકડાને સુરક્ષિત રાખો: જો તમે ઘરમાં નવી કબાટ અથવા કિચન કેબિનેટ બનાવી રહ્યા છો, તો એવી પ્લાય પસંદ કરો જે પાણીથી ઝડપથી ખરાબ ન થાય. આ સાથે લાકડા પર વાર્નિશ અથવા એન્ટિ-ટર્માઈટ કોટિંગ કરાવવાથી પણ ઉધઈનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.
- સૂર્યપ્રકાશ લગાડો અને ભેજ દૂર કરો: સમયાંતરે અલમારીમાં રાખેલી વસ્તુઓને બહાર કાઢવી અને તેને સૂર્યપ્રકાશમાં મૂકવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ઘરમાં ખૂબ ભેજ હોય, તો તમે ડિહ્યુમિડિફાયરનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી ભેજ અને ગંધ બંનેમાં ઘટાડો થાય છે.
- સમયાંતરે તપાસ કરતા રહો: જો તમને અલમારી અને ડ્રોઅર્સમાં લાકડાનો વહેર, નાના છિદ્રો, ઘાટ અથવા વિચિત્ર ગંધ દેખાય છે, તો તરત જ ધ્યાન આપો. સમસ્યાને વહેલી તકે પકડવાથી ઉધઈ અને ભેજ વધવાથી રોકી શકાય છે. જો જરૂર પડે તો પ્રોફેશનલ પેસ્ટ કંટ્રોલની મદદ લો.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
