તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 25th April 2026
ઈસ્લામાબાદમાં ‘શાંતિ’ના વાયદા: સમુદ્રમાં ‘યુદ્ધ’ના દ્રશ્યો: અમેરિકાએ ઈરાનના તેલના ટેન્કરો ઘેર્યા:મધદરિયે સર્જાઈ હિંસક સ્થિતિ
ઈરાનની આર્થિક નસ દબાવવા ‘ઓપરેશન એપિક ફ્યુરી’ શરૂ: યુએસ નેવીએ ઈરાની જહાજના એન્જિન રૂમમાં મિસાઈલો ઝીંકી નકામું બનાવી દીધું: હજારો બેરલ તેલ સાથે જહાજ કબજે:પાકિસ્તાનમાં મધ્યસ્થીની કોશિશ વચ્ચે ટ્રમ્પ સરકારની લાલ આંખ—‘સીઝફાયર એટલે છૂટછાટ નહીં!’ હોર્મુઝની ખાડીમાં ભીષણ બ્લોકેડથી તેલના ભાવ આસમાને

નવી દિલ્હી: વિશ્વ અત્યારે બે વિરોધાભાસી ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. એકતરફ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફની મધ્યસ્થીમાં વાટાઘાટોની આશા જાગી છે. અમેરિકી દૂતો ઈસ્લામાબાદ પહોંચ્યા છે, પરંતુ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ 'સીધી વાત' નહીં કરે. આ રાજદ્વારી ગૂંચવણ વચ્ચે, સમુદ્રમાં અમેરિકાએ ઈરાનને પાયમાલ કરવા માટે ભીષણ નાકાબંધી શરૂ કરી દીધી છે.
આ સંઘર્ષની સૌથી મોટી અસર હોર્મુઝ સ્ટ્રેટ પર જોવા મળી રહી છે, જે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. વૈશ્વિક તેલ અને એલએનજી સપ્લાયનો અંદાજે 20 ટકા હિસ્સો આ માર્ગે પસાર થાય છે, પરંતુ અમેરિકન નાકાબંધીને કારણે અહીં જહાજોની અવરજવરમાં મોટો ઘટાડો નોંધાયો છે. 22 અને 23 એપ્રિલ દરમિયાન આ માર્ગ પરથી માત્ર સાત જહાજો પસાર થઈ શક્યા હતા. સપ્લાય ખોરવાવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલ અને ગેસની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર વિશ્વભરના અર્થતંત્ર પર પડી રહી છે.
લશ્કરી તણાવની સાથે સાથે રાજદ્વારી સ્તરે પણ હલચલ તેજ બની છે. ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની મંત્રણા થવાની શક્યતા છે, જોકે બંને દેશો વચ્ચે સીધો સંવાદ થવાની શક્યતા નહિવત છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ પહેલેથી જ પાકિસ્તાન પહોંચી ચૂક્યું છે, જ્યારે અમેરિકા તરફથી ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર અને સ્ટીવ વિટકોફ ઈસ્લામાબાદ માટે રવાના થયા હોવાના અહેવાલો છે. હાલની સ્થિતિ જોતા એવું જણાય છે કે બંને દેશો સીધી વાતચીત કરવાને બદલે પાકિસ્તાની માધ્યમ દ્વારા એકબીજા સાથે સંપર્ક સાધશે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
