<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

બ્રિટનમાં ૧૦૦ વર્ષ જૂના મકાનના ગુપ્ત ઓરડામાંથી મળ્યો કિંમતી ખજાનો: સમારકામ દરમિયાન ચોંકાવનારો ખુલાસો

દાયકાઓથી બંધ પડેલી ગુપ્ત જગ્યામાંથી મળ્યા પ્રાચીન સિક્કા અને કિંમતી વસ્તુઓ: સદી જૂના રહસ્ય પરથી પડદો ઊંચકાયો

નવી દિલ્હી: બ્રિટનમાંથી એક અત્યંત રોમાંચક અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જ્યાં એક સદી (૧૦૦ વર્ષ) જૂના મકાનનું સમારકામ કરતી વખતે મકાનમાલિકને મકાનની દીવાલ પાછળથી એક ગુપ્ત ઓરડો મળી આવ્યો છે; વધુ તપાસ કરતાં આ ગુપ્ત ઓરડામાંથી દાયકાઓ જૂનો અને અત્યંત કિંમતી ખજાનો મળી આવતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે; અહેવાલો અનુસાર, રેનોવેશન દરમિયાન મિકેનિક્સ અને માલિકને ભોંયરા કે દીવાલની અંદર એક છૂપો દરવાજો જોવા મળ્યો હતો, જેને ખોલતાં અંદરથી પ્રાચીન સોના-ચાંદીના સિક્કાઓ, જૂના જમાનાની કિંમતી કલાત્મક વસ્તુઓ અને ઐતિહાસિક દસ્તાવેજોનો જથ્થો મળી આવ્યો હતો; અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રથમ કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન માલિકે પોતાની સંપત્તિ છુપાવવા માટે આ ગુપ્ત રૂમ બનાવ્યો હશે; આ ઘટના સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે અને પુરાતત્વ વિભાગ દ્વારા પણ આ અંગે વધુ સંશોધન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પરિવાર માટે આ શોધ કોઈ છુપાયેલા ખજાના જેવી સાબિત થઈ. ૩૪ વર્ષીય લીઝા અને તેના પતિ ડૈન રજાના દિવસોમાં પોતાના લાંબા સમયથી બંદ પડેલા પૈતૃક ઘરમાં ગયા. સાફસફાઈ દરમ્યાન તેમને જમીનની નીચે એક જગ્યા થોડી અસામાન્ય લાગી. તપાસ કરતા તેમજ દિવાલ હટાવવાથી તેમને એક ગુપ્ત ઓરડો મળી આવ્યો, જેમાં ચારે બાજુ કોલસો વેરાયેલો પડયો હતો. કોલસો હટાવતી વખતે તેમને એક જંક લાગેલો જૂનો પતરાનો ડબ્બો મળ્યો. શરૃઆતમાં દંપતીએ ડબ્બાને બેકાર સમજીને બાજુએ મુકી દીધો કારણ કે તેમાંથી એમોનિયાની તીવ્ર ગંધ આવી રહી હતી. અનેક મહિના પછી બાળકોના આગ્રહને કારણે દંપતીએ સાવચેતીપૂર્વક સાધનોની મદદથી ડબ્બો ખોલ્યો. તેમાં તેમને ૧૯૭૦ના દાયકાની હજારો નોટો મળી આવતા આશ્ચર્યચકિત થઈ ગયા.

(6:25 PM IST)