તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
મોંઘીદાટ પોર્શ પર ચોંટાડ્યા ગુમ થયેલાં ૯૦ બાળકોના ફોટા
એક બાળક પોતાના પરિવારને પાછો મળ્યો : કારને એક ‘ચાલતી-ફરતી ખોવાયેલાં બાળકોની શોધ' ઝુંબેશ બનાવી દીધી

કુનમિગઃ તા.૧૭: મોંઘીદાટ લક્ઝરી સ્પોર્ટ્સકાર સામાન્ય રીતે પોતાની ઝડપ, કિમત અને શોઓફ માટે જાણીતી હોય છે. જોકે ચીનમાં એક યુવકે પોતાની કરોડો રૂપિયાની પોર્શે કારનો એવો અનોખો ઉપયોગ કર્યો છે કે આખું વિશ્વ તેને સલામ કરી રહ્યું છે. યુવકે પોતાની કાર પર ૯૦ જેટલાં ગુમ થયેલાં માસૂમ બાળકોનાં પોસ્ટર્સ લગાવી દીધાં અને એને એક ‘ચાલતી-ફરતી ખોવાયેલાં બાળકોની શોધ' ઝુંબેશ બનાવી દીધી.
ચીનના કુનમિગ શહેરમાં રહેતા ડુ લિન નામના આ ભાઈએ પોતાની પોર્શે-૭૧૮ સ્પોર્ટ્સકાર પર ખોવાયેલાં ૯૦ બાળકોની વિગતો અને ફોટો ધરાવતાં ફલાયર્સ ચોંટાડ્યાં છે. કાર પર લાગેલાં પોસ્ટર્સને કારણે લોકોનું ધ્યાન ખેંચાયું અને એમાંથી ગુમ થયેલું એક બાળક ઓળખાઈ જતાં તે હેમખેમ પોતાના પરિવાર પાસે પહોંચી ગયું છે.
આ તમામ વિગતો ‘બેબી કમ હોમ' નામની જાણીતી ચેરિટી સંસ્થા પાસેથી મેળવવામાં આવી હતી, જે ગુમ થયેલાં બાળકોને શોધવામાં મદદ કરે છે. કાર પર આ પોસ્ટર્સનું ડિઝાઇનિગ ડુ લિને પોતે તૈયાર કર્યું હતું.
કેટલાક લોકોએ જ્યારે તેના પર લાઇમલાઇટ મેળવવાનો આરોપ લગાવ્યો ત્યારે ડુ લિને અત્યંત માર્મિક જવાબ આપતાં જણાવ્યું હતું કે જેટલા વધુ લોકોનું ધ્યાન આ કાર તરફ જશે, કોઈ ખોવાયેલા બાળકને લોકો ઓળખી કાઢે એવી શક્યતા એટલી જ વધી જશે
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
