તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Friday, 8th May 2026
પાકિસ્તાનની લાચારી: અમેરિકા સામે કરગર્યું પાક., કહ્યું: ‘અમારા નિર્દોષ નાગરિકોને મુક્ત કરો’
ઈરાની જહાજ જપ્ત થતા પાકિસ્તાન ફસાયું: અમેરિકાએ દરિયામાં કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાનીઓ ઝડપાયા:હવે છોડાવવા માટે આજીજી શરૂ:શું આ લોકો જહાજ પર મજૂરી કરતા હતા કે કોઈ મોટા કાવતરાનો ભાગ? વ્હાઈટ હાઉસના આકરા વલણથી ઈસ્લામાબાદમાં ફફડાટ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે અત્યારે પાકિસ્તાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયું છે. તાજેતરમાં અમેરિકી નૌકાદળ દ્વારા ઈરાનનું એક શંકાસ્પદ જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં સવાર ક્રૂ મેમ્બર્સમાં પાકિસ્તાની નાગરિકો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ પાકિસ્તાન સરકારે અમેરિકા સમક્ષ આજીજી કરી છે કે તે જહાજ પર સવાર તેમના નાગરિકોને માનવીય અભિગમ દાખવીને છોડી દેવામાં આવે.
જપ્ત કરાયેલ જહાજ હાલમાં સિંગાપોરના દરિયાઈ વિસ્તાર પાસે ઊભું છે, જેમાં 11 પાકિસ્તાની અને 20 ઈરાની ક્રૂ મેમ્બર સવાર હતા. પાકિસ્તાને પોતાના અને ઈરાની નાગરિકોને છોડાવવામાં મદદ કરવા માટે સિંગાપોર પાસે મદદ માંગી છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે, તેમણે સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલક્રિષ્નન સાથે વાત કરી અને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલા જહાજ પર સવાર 11 પાકિસ્તાની અને 20 ઈરાની નાવિકોને છોડાવવામાં મદદ કરવાની વિનંતી કરી છે.
ડારે કહ્યું કે, આ બાબતે તેમણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે પણ વાતચીત કરી છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે, 'પાકિસ્તાન ઈરાની નાગરિકોને પાકિસ્તાન માર્ગે સુરક્ષિત રીતે ઈરાન પરત મોકલવામાં મદદ કરવા માટે પણ તૈયાર છે. અમે સિંગાપોરની મદદની અને સમર્થનની પ્રશંસા કરીએ છીએ. પાકિસ્તાનનું વિદેશ કાર્યાલય અને અમને મદદ કરવાની ખાતરી આપનારાઓ અમેરિકી અધિકારીઓ સહિત અન્ય પક્ષો સાથે સતત સંપર્કમાં છે જેથી અમારા નાગરિકોની સુરક્ષા, સુખાકારી અને વહેલી તકે વાપસી સુનિશ્ચિત કરી શકાય.’
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
