તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરારમાં ક્રેડિટ લેવા ગયેલા પાકિસ્તાનની વૈશ્વિક મંચ પર તોતિંગ ફજેતી: વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે સરેઆમ પોલ ખોલી નાખતા પાકિસ્તાની ડિપ્લોમેસીના ધજાગરા ઉડ્યા
"આ કરારમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી, તેઓ માત્ર વાહ-વાહી લૂંટવા તલપાપડ છે":જેડી વેન્સના સનસનાટીભર્યા નિવેદનથી ડબલગેમ રમતું ઇસ્લામાબાદ સ્તબ્ધ: વૈશ્વિક મીડિયામાં પડોશી દેશ ભારે ટ્રોલિંગનો ભોગ બન્યો

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણમાં પોતાની ખોટી પીઠ થાબડવા અને અમેરિકા-ઈરાન શાંતિ કરારનો ફેક શ્રેય લેવા દોડેલા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ ફજેતી અને મજાક ઉડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેસી અને ગ્લોબલ મીડિયા ડેસ્ક રિપોર્ટ મુજબ, પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામ કરાવનારા અમેરિકા-ઈરાન કરાર બાદ પાકિસ્તાન સરકારે એવો દાવો કર્યો હતો કે તેમની કુટનીતિના કારણે જ આ બંને કટ્ટર દુશ્મન દેશો ટેબલ પર આવ્યા છે. જો કે, પાકિસ્તાનનો આ ફુગ્ગો અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પળવારમાં ફોડી નાખ્યો છે. વોશિંગ્ટન ખાતેથી મીડિયાને સંબોધતા જેડી વેન્સે પાકિસ્તાનના દાવાઓને સદંતર ફગાવી દેતા આકરી ટિપ્પણી કરી હતી કે, આ ડીલમાં પાકિસ્તાન ક્યાંય ચિત્રમાં જ નથી અને કરારનો ક્રેડિટ લેવાનો તેમનો પ્રયાસ હાસ્યાસ્પદ છે.
એક પોડકાસ્ટમાં US ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે અમેરિકા આ કરારનો સંપૂર્ણ ટેક્સ્ટ ટૂંક સમયમાં જાહેર કરવા માંગતું હતું, પરંતુ પાકિસ્તાન અને કતારની વ્યવસ્થામાં અમેરિકા જેવા પ્રેસની આઝાદીના નિયમો નથી. તેમણે કહ્યું કે ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે જનતા કોઈ કરારના દસ્તાવેજો વાંચે, તેની તપાસ કરે અને પોતે તેનું વિશ્લેષણ કરે.
આ અંગે વાત કરતાં વેન્સે કહ્યું હતું કે અમેરિકન બંધારણનો પહેલો સુધારો નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી, પ્રેસની સ્વતંત્રતા અને ધર્મની સ્વતંત્રતાની ગેરંટી આપે છે. પાકિસ્તાનમાં આ પ્રકારની બંધારણીય સુરક્ષા નથી, તેથી ત્યાં પારદર્શિતાનું સ્તર અલગ છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 15 જૂનના રોજ અમેરિકા-ઈરાન વચગાળાના શાંતિ કરારની જાહેરાત કરી હતી, પરંતુ તેનો સંપૂર્ણ દસ્તાવેજ બે દિવસ પછી જાહેર કરવામાં આવ્યો હતો. આ વિલંબ પર ડેમોક્રેટ નેતાઓ અને ઘણાં નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક લોકોનું માનવું હતું કે ઈરાનને મોટી રાહતો આપવામાં આવી હોવાના કારણે કરારની વિગતો રોકી રાખવામાં આવી રહી છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
