News of Wednesday, 17th June 2026
મિડલ ઈસ્ટમાં ઈરાન યુદ્ધના ભડકાથી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ગ્રોથ એન્જિન પર બ્રેક લાગવાનું પ્રચંડ જોખમ: હોર્મુઝની સમુદ્રધૂની બંધ થશે તો આસિયાન દેશોમાં અંધારપટ અને મોંઘવારીનો જ્વાળામુખી ફાટશે
ઓઈલ-ગેસ સપ્લાય ચેઈન ઠપ્પ થવાના ડરથી ઇન્ડોનેશિયાથી લઈને થાઈલેન્ડ સુધીની સરકારો એક્શન મોડમાં: એનર્જી સેક્ટર માટે આખરી ચેતવણી ઘંટડી વાગી

નવી દિલ્હી: મિડલ ઈસ્ટના યુદ્ધના મેદાનમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા પ્રચંડ સૈન્ય સંઘર્ષની સીધી અને ભયાનક આડઅસર હવે હજારો કિલોમીટર દૂર આવેલા દક્ષિણ પૂર્વ એશિયાના ઊર્જા ક્ષેત્ર (Energy Sector) પર વર્તાવા લાગી હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. વૈશ્વિક સંરક્ષણ અને આર્થિક નિષ્ણાતોના સત્તાવાર અહેવાલ મુજબ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ અને ફિલિપિન્સ જેવા દેશો તેમની જરૂરિયાતનું ૬૦% થી વધુ ક્રૂડ ઓઈલ મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરે છે. ઈરાન યુદ્ધના કારણે જો દરિયાઈ માર્ગો બંધ થાય તો તેલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલરને પાર થઈ જવાની આશંકા છે. આ આર્થિક ઝટકો એશિયન દેશો માટે મોટી વૉર્નિંગ સમાન છે કે તેઓ રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી) તરફ ઝડપથી વળે, નહિતર મોંઘા ઓઈલના કારણે આખા એશિયામાં આર્થિક મંદીનો ભયાનક દોર શરૂ થઈ જશે તે નક્કી હોવાનું અકિલના આંતરરાષ્ટ્રીય આર્થિક વિશ્લેષણમાં બહાર આવ્યું છે!
આ લડાઈને કારણે ઈંધણની કિંમતો વધી, મોંઘવારીમાં ઉછાળો આવ્યો અને ઊર્જા બિલોમાં ભારે વૃદ્ધિ થઈ, જેનાથી અનેક દેશો એવી સ્થિતિમાં આવી ગયા જેને આઈઈએએ એનર્જી ટ્રાયેજ ગણાવ્યું. જો સુધારો નહિ થાય તો દક્ષિણ-પૂર્વ એશિયાનું વાર્ષિક ઊર્જા આયાત બિલ ૨૦૨૪માં ૮૦ બિલિયન ડોલરથી વધીને ૨૦૩૫ સુધીમાં ૨૪૫ બિલિયન ડોલર સુધી પહોંચી શકે. જો કે આ સંકટે સ્વચ્છ વિકલ્પોમાં રુચિ વધારી છે, પણ તેનાથી ઈમરજન્સી સ્થિતિમાં કોલસા પરની નિર્ભરતા પણ વધી ગઈ છે.
પરિવર્તનના સંકેત અત્યારથી જ મળી રહ્યા છે. ૨૦૨૫માં આ ક્ષેત્રમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણાથી વધીને લગભગ પાંચ લાખ યુનિટ થયું. લાઓસે ૨૦૨૬ના બાકી સમયગાળા માટે ઈંધણથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે ફિલિપિન્સમાં ઉપભોક્તા વીજળીના વધતા ખર્ચને પહોંચી વળવા રેકોર્ડ સ્તરે રૂફટોપ સોલર સીસ્ટમ અપનાવી રહ્યા છે. ૨૦૨૬ની શરૂઆતમાં ફિલિપિન્સ ચીની સૌર નિર્યાત માટે બીજા નંબરનું સૌથી મોટુ બજાર બની ગયું.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
