તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Monday, 11th May 2026
ફરી એકવાર ‘કોરોના’ જેવી દહેશત: થાઈલેન્ડના ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાયરસ, માણસોમાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા
વિજ્ઞાનીઓની ગંભીર ચેતવણી: ‘બેટ-કોરોના’ વાયરસના નવા વેરિયન્ટે ચિંતા વધારી:શું ફરીથી દુનિયા પર સંકટ આવશે? જંગલોમાં થતી ગતિવિધિઓ નવી મહામારીને આમંત્રણ આપી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સતર્ક

નવી દિલ્હી: કોરોના મહામારીના ભયાનક અનુભવ બાદ હવે ફરીથી એશિયાઈ દેશ થાઈલેન્ડમાંથી ડરામણા સમાચાર સામે આવ્યા છે. સંશોધકોને ચામાચીડિયાની પ્રજાતિમાં એક એવો ખતરનાક વાયરસ મળ્યો છે જે સીધો જ મનુષ્યોને સંક્રમિત કરવાની અને તેમના શરીરમાં ઝડપથી ફેલાવાની શક્તિ ધરાવે છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં ફરીથી ફફડાટ વ્યાપી ગયો છે.
યુનિવર્સિટી ઓફ ટોક્યો સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં થાઈલેન્ડમાં ચામાચીડિયામાં ફરતા કોરોનાવાયરસના એક જૂથની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી એક નવો વાયરસ એવા લક્ષણો ધરાવે છે. જે સૂચવે છે કે, તે ચોક્કસ પરિસ્થિતિઓમાં માનવ કોષોને સંક્રમિત કરી શકે છે. આ વાયરસ કોવિડ-19 ફેલાવનારા વાયરસના તે જ વિશાળ પરિવારનો છે, જેને 'સાર્બેકોવાયરસ' (Sarbecoviruses) તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાણીઓમાં જોવા મળતા તમામ વાયરસ આપમેળે માણસોને સંક્રમિત કરતા નથી. જોકે, વૈજ્ઞાનિકો એવા વાયરસ પર નજીકથી નજર રાખે છે. જે માનવ કોષોના રીસેપ્ટર્સ સાથે સંપર્ક કરવાની ક્ષમતા ધરાવે છે. આ કિસ્સામાં, સંશોધકોએ જોયું કે, વાયરસ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકે છે. આ એ જ પ્રોટીન છે જેનો ઉપયોગ SARS-CoV-2 (કોવિડ-19 વાયરસ) માનવ શરીરમાં પ્રવેશવા માટે કરે છે. આનો અર્થ એ નથી કે, કોઈ નવી રોગચાળો નજીક છે, પરંતુ તે પ્રાણીઓમાંથી માણસોમાં રોગ ફેલાવવાની ક્ષમતા (Zoonotic Potential) તરફ ઈશારો કરે છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
