<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

કુદરતનો ભયાનક પ્રકોપ: ઇન્ડોનેશિયામાં ૬.૭ ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી ધરતી માતા ધ્રુજી ઉઠી: ઇમારતો ડોલવા લાગી: જનતામાં પ્રચંડ ફફડાટ

મુખ્ય આંચકા બાદ એકપછી એક ૫૫ આફ્ટર શોક્સથી ઇન્ડોનેશિયાના ટાપુઓ હચમચ્યા: દરિયામાં સુનામીનો ભયાનક ખતરો: લાખો લોકો ઘર છોડી સુરક્ષિત સ્થળે ભાગ્યા

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના દરિયાઈ વિસ્તાર અને આસપાસના ટાપુઓ પર આજે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ૬.૭ ની અત્યંત વિનાશક કહી શકાય તેવી તીવ્રતાનો ધરતીકંપ ત્રાટકતા સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારે દોડધામ મચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સિસ્મોલોજી સેન્ટરના બિલકુલ પાકા અહેવાલ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર તીવ્ર ઊંડાઈએ હતું, પરંતુ તેના આંચકા સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે, મુખ્ય ભૂકંપ આવ્યા બાદ પણ ધરતી શાંત થઈ નથી અને કલાકો સુધી સતત ૫૫ જેટલા નાના-મોટા આફ્ટર શોક્સ આવતા રહ્યા છે, જેનાથી તૂટેલી ઇમારતો ધરાશાયી થવાનું જોખમ વધી ગયું છે. સરકારી એજન્સીઓએ દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવા આદેશ આપ્યા છે. અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના સત્તાવાર અહેવાલ નથી, પરંતુ અબજો રૂપિયાની સંપત્તિને ભારે નુકસાન થયું હોવાનું અકિલના આંતરરાષ્ટ્રીય ડેસ્ક વિશ્લેષણમાં બહાર આવ્યું છે!

શરૂઆતનો ભૂકંપ પાલુથી લગભગ ૪૩ કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં આંતરિક રીતે કેન્દ્રિત હતો. યુએસ જીયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હતું.જોરદાર ધુ્રજારીને કારણે લોકો પાલુ અને તેની આસપાસનાં ખુલ્લા વિસ્તારોમાં દોડી ગયા હતાં. આ શહેરની વસ્તી ચાર લાખ છે અને તે મધ્ય સુલાવેસી પ્રાંતની રાજધાની છે. સાવચેતીનાં પગલારૂપે કેટલીક હોસ્પિટલોએ દર્દીઓને પણ બહાર કાઢ્યા હતાં. પ્રાથમિક અહેવાલ મુજબ શક્તિશાળી ભૂકંપને કારણે ૧૦૯ લોકો વિસ્થાપિત થયા છે અને ૩૨ લોકો ઘાયલ થયા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિસ્થાપિતો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.૩૨ ઘાયલો પૈકી આઠની સ્થિતિ ગંભીર છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીનાં પ્રવક્તા અબ્દુલ મુહારીનાં જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે બિલ્ડિંગો અને ઇન્ફાસ્ટ્રકચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 

(5:32 PM IST)