News of Friday, 15th May 2026
યુપીમાં કુદરતનું ‘તાંડવ’: વિનાશક વાવાઝોડાએ ૧૦૪ જિંદગીઓ હોમી દીધી:પળવારમાં બધું તબાહ
મોતના તાંડવથી દેશ સ્તબ્ધ: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને પાઠવ્યો શોક સંદેશ:દુઃખની ઘડીમાં રશિયા ભારતની સાથે: હજારો મકાનો ધરાશાયી, વૃક્ષો અને વીજપોલ જમીનદોસ્ત; યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવેલા ભયાનક વાવાઝોડા અને કુદરતી પ્રકોપે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પવનની પૂરપાટ ઝડપ અને તીવ્ર ગાજવીજ સાથે ત્રાટકેલા આ વાવાઝોડામાં અત્યાર સુધીમાં ૧૦૪ લોકોના કરૂણ મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. આ હોનારત એટલી વિકરાળ છે કે વિશ્વના નેતાઓએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિગ્રામ દ્વારા સંવેદના સંદેશ મોકલીને મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.
રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ઉત્તર પ્રદેશમાં આ કુદરતી આફતમાં જાન-માલના ભારે નુકસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. રશિયાના વિદેશ મંત્રાલય તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પુતિનના સંદેશમાં લખ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં આપત્તિથી મોટા પાયે થયેલી તબાહીને લઈને મારી ઊંડી સંવેદનાઓ છે. તેમણે પ્રભાવિત લોકો પ્રત્યે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી. રશિયાના રાષ્ટ્ર પ્રમખેખાસ કરીને તે પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, જેમણે આ આપત્તિમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. તેમણે સંદેશમાં લખ્યું કે, આ કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. હું તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
આ અગાઉ, વાવાઝોડાથી ઉત્તર પ્રદેશમાં થયેલા નુકસાનની માહિતી આપતા રિલીફ કમિશનરે જણાવ્યું કે, આ આપત્તિમાં રાજ્યમાં 104 લોકોના મોત થયા છે. જેમાંથી 4 લોકોનો વીજળી પડવાથી જીવ ગયો છે. 52 લોકો ઘાયલ થયા છે. આ આપત્તિમાં પશુઓને પણ ઘણું નુકસાન થયું છે. 13 થી વધુ પશુઓના મોતના સમાચાર છે. 98 થી વધુ ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
