<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કુદરતનું અત્યાર સુધીનું સૌથી ભયાનક રૌદ્ર સ્વરૂપ:એક જ પ્રચંડ ભૂકંપમાં આખેઆખો દેશ પોતાની જગ્યાએથી ખસકીને ૬ કિમી દૂર પહોંચ્યો: વૈશ્વિક વિજ્ઞાનીઓના મસમોટા ધડાકાથી ભૂસ્તરશાસ્ત્રીઓ અને દુનિયાભરની સ્પેસ એજન્સીઓ સ્તબ્ધ

સેટેલાઇટ જીપીએસ (GPS) ડેટાના ગ્રાઉન્ડ ઓડિટમાં પૃથ્વીના પેટાળની કંપારી છૂટી જાય તેવી હકીકત આવી સામે: ટેક્ટોનિક પ્લેટોની તોતિંગ હલચલથી ભૌગોલિક નકશા બદલાયા: વૈશ્વિક જીઓલોજીકલ સોસાયટીએ જાહેર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો રિપોર્ટ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે પૃથ્વીના પેટાળમાં સર્જાયેલી એક મહાભયાનક હલચલના કારણે આવેલા પ્રચંડ ધરતીકંપે આખેઆખા દેશના અથવા ટાપુના ભૌગોલિક અસ્તિત્વને હચમચાવીને તેને મૂળ સ્થાનથી ૬ કિલોમીટર દૂર ધકેલી દીધો હોવાનો વિજ્ઞાનીઓનો મસમોટો ધડાકો પ્રકાશમાં આવતા સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ રિસર્ચ અને જીઓલોજીકલ ડેસ્ક રિપોર્ટ મુજબ, સામાન્ય રીતે આવતા ભૂકંપોમાં જમીન કે દરિયાઈ પટ્ટી અમુક ઇંચ કે મીટર ખસતી હોય છે, પરંતુ આ વિશિષ્ટ કેસમાં પૃથ્વીની અંદર આવેલી મુખ્ય ટેક્ટોનિક પ્લેટો (Tectonic Plates) વચ્ચે એવો ભયાનક ટકરાવ અને કટોકટી સર્જાઈ કે આખો ભૂભાગ અકલ્પનીય રીતે એક તરફ સ્લાઈડ થઈ ગયો હતો. હાઇ-ટેક સેટેલાઇટ ઇમેજરી અને જીપીએસ કો-ઓર્ડિનેટ્સની તપાસ બાદ વિજ્ઞાનીઓએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે આ ધરતીકંપના કારણે દેશના ભૌગોલિક અક્ષાંશ અને રેખાંશ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને તે પોતાની મૂળ જગ્યાએથી ૬ કિ.મી. આગળ સરકી ગયો છે.
લગભગ 15 વર્ષ પહેલાં જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપને લઈને વૈજ્ઞાનિકોએ નવો ખુલાસો કર્યો છે. વર્ષ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપના આશરે 16 મિનિટ પછી જાપાનમાં લાગેલા જીપીએસ સ્ટેશનોએ નોંધ્યું કે આખો દેશ પૂર્વ દિશા તરફ 5થી 6 મિલીમીટર આગળ ખસી ગયો છે. આ પ્રક્રિયા પૂરા દેશમાં એકસાથે થઈ હતી, જે ભૂકંપ પછી આવતા સામાન્ય આફ્ટરશોક્સ (આંચકા) જેવી બિલકુલ નહોતી.
શિકાગો યુનિવર્સિટીના સંશોધકોએ સેટેલાઇટ નેટવર્ક દ્વારા ડેટા એકત્રિત કરીને આ રહસ્યનો ઉકેલ શોધ્યો છે. ભૂકંપના કારણે ફોલ્ટ લાઇન (જમીનની તિરાડ) પાસે રહેલા ખડકોના મોટા બ્લોક્સ અચાનક એકબીજાની સામે સરકી ગયા હતા. આનાથી જે શક્તિશાળી ભૂકંપીય મોજાં પેદા થયા, તે પૃથ્વીની ઊંડાઈમાં સીધા તેના કેન્દ્ર એટલે કે કોર સુધી પહોંચ્યા હતા. આ તરંગો પૃથ્વીના કોર સાથે ભટકાઈને પાછા સપાટી તરફ આવ્યા હતા.

 

(4:51 PM IST)