<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અમેરિકામાં કુદરતનો પ્રકોપ: એપ્રિલમાં જ પડવા માંડી જૂન-જુલાઈ જેવી કાળઝાળ ગરમી: આખું યુએસ 'ભઠ્ઠી'ની જેમ શેકાવા લાગ્યું

વેધર રિપોર્ટથી ખળભળાટ: સૂર્યનારાયણ લાલચોળ થતા ઠંડા પ્રદેશોમાં પણ પરસેવા છૂટ્યા: ક્લાયમેટ ચેન્જનો આતંક હવે અમેરિકાના આંગણે: શું ૨૦૨૬નું વર્ષ રેકોર્ડબ્રેક ગરમીનું બની રહેશે? વાવાઝોડા અને હીટવેવની ડબલ મારે અમેરિકનોની હાલત કરી કફોડી:લોકો એસી છોડી બહાર નીકળતા પણ ડર્યા:વિજળીનો વપરાશ વધતા પાવર ગ્રીડ પર ખતરો

નવી દિલ્હી: સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં અમેરિકામાં વસંત જેવો આહલાદક માહોલ હોય છે, પરંતુ આ વર્ષે કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. એપ્રિલ મહિનામાં જ તાપમાનનો પારો એટલો ઉંચો ગયો છે કે જાણે જૂન-જુલાઈની ભીષણ ગરમી પડી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. મધ્ય અને દક્ષિણ અમેરિકાના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી જારી કરી દેવામાં આવી છે.

વોશિંગ્ટન પોસ્ટ અખબારના અહેવાલ અનુસાર મોસમની આ પેટર્ન જ્યાં દુકાળ જેવી સ્થિતિ છે ત્યાં વધારે સંકટ ઉભું કરશે. હવામાન વિજ્ઞાાનીઓએ જળવાયુપરિવર્તનની આ એક ચિંતાજનક કડી ગણાવી છે.

 સામાન્ય રીતે આવી ગરમી જુ-જુલાઇ મહિનામાં પડે છે પણ આ વખતે આવી ગરમીનો અનુભવ એપ્રિલ મહિનામાં જ અમેરિકનોને થશે. આગામી પખવાડિયામાં બહું ઓછો વરસાદ પડવાની સંભાવના છે. આ પેટર્નને કારણે દક્ષિણ અને પૂર્વ અમેરિકાના કેટલાંક હિસ્સામાં હાલ જ્યાં દુકાળની હાલત છે ત્યાં સ્થિતિ બદતર બની જવાની સંભાવના છે. 

નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના હવામાન આગાહી કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇસ્ટ-સેન્ટ્રલથી માંડી ન્યુ ઇંગ્લેન્ડ સુધીના ઇલાકામાં બુધવારની સવારથી ગરમીનો અનુભવ થવા માંડશે. આગામી દિવસોમાં એટલાન્ટા, વોશિંગ્ટન ડીસી, બાલ્ટિમોર, ફિલાડેલ્ફિયા, રાલેઇઘ અને નોર્થ કેરોલાઇનામાં તાપમાન ૯૦ ડિગ્રી ફેરનહાઇટનો આંક વટાવી જશે. વોશિંગ્ટન ડીસીમાં ૧૪થી ૧૬ એપ્રિલ દરમ્યાન દૈનિક ધોરણે વિક્રમસર્જક ગરમી પડવાનું અનુમાન છે. જ્યારે ન્યુ યોર્ક સિટીમાં ૧૪ અને ૧૫ એપ્રિલે ભીષણ ગરમી પડશે. 

 

(5:15 PM IST)