તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 9th September 2026
એશિયાઈ રમતોત્સવ પહેલાં જાપાનમાં પ્રકૃતિનો કાળમુખો કોપ: નાગોયામાં ભયાનક સનસનાટીભર્યો ધડાકોઃ રસ્તાઓ જળબંબાકાર: ૪૦૦ જેટલાં મહાન ખેલાડીઓ પાણીના પૂર વચ્ચે પિશાચી સ્થિતિમાં ફસાયા
એશિયન ગેમ્સના આયોજન પર કુદરતના રાક્ષસી તાંડવનો કાળમુખો સપાટો: જાપાનના નાગોયા શહેરમાં આસમાની આફતે મચાવ્યો ભયંકર વિનાશઃ મસમોટા પૂરમાં રસ્તાઓ સમુદ્ર બન્યા, ૪૦૦ જેટલા દેશ-વિદેશના ખેલાડીઓ કેદ થઈ જતાં ખળભળાટ: લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રમતજગતમાં મસમોટો ફફડાટ

નવી દિલ્હી: વૈશ્વિક રમતગમતની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવા મહાકાય 'એશિયન ગેમ્સ' (Asian Games) ના આયોજન પહેલાં જ જાપાનની ધરતી પરથી કાળજું કંપાવી દેતો અને વિશ્વભરના ખેલાડીઓના હોશ ઉડાડી દેતો અતિ-સનસનાટીભર્યો અને વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! જાપાનના નાગોયા (Nagoya) શહેરમાં કુદરતે કાળમુખું રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. આ આસમાની આફતના કારણે ૪૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પૂરના કાળમુખા પાણીમાં ફસાઈ જતાં સમગ્ર વિશ્વમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, મૂશળધાર વરસાદના કારણે શહેરમાં 'લેવલ-5'નું પૂરનું એલર્ટ જારી કરવું પડ્યું છે. આ આફતના કારણે એશિયન ગેમ્સમાં ભાગ લેવા પહોંચેલા ફિલિપાઈન્સ સહિત અનેક દેશોના આશરે 400 જેટલા એથ્લીટો અને સપોર્ટ સ્ટાફને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત અને ઊંચા સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ શિપિંગ કન્ટેનરમાંથી બનાવેલા અસ્થાયી આવાસમાં રોકાયેલા હતા.
શહેરમાં આટલી મોટી આપત્તિ છતાં નાગોયાના મેયર ઇચિરો હીરોસાવાએ લોકો અને ખેલાડીઓનું મનોબળ જાળવી રાખ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તમામ એથ્લીટો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે, કેટલાક સ્થળો પર વેન્યુની છતમાંથી પાણી ટપકવાની ફરિયાદો જરૂર આવી છે, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. મેયરનો દાવો છે કે, એશિયન ગેમ્સ નિર્ધારિત સમયે જ યોજાશે અને તૈયારીઓને લઈને ડરવાની કોઈ જરૂર નથી.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
