<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

મધ્ય અમેરિકાના પનામા દેશમાંથી કુદરતનો કાળજાળ કોપ: રીક્ટર સ્કેલ પર પૂરા ૭.૭ ની ભયાનક તીવ્રતાના મહાવિનાશક ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી છે અને ત્યારબાદ એકપછી એક પૂરા ૪૫ (પીસતાલીસ) જેટલા આફ્ટરશૉકથી આખા પનામા અને આંતરરાષ્ટ્રીય સ્તરે હાહાકાર

પૃથ્વીના પેટાળમાં સર્જાયેલી મહા-હલચલથી ગગનચુંબી અને આકાશી ઈમારતો પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈને ધરાશાયી થવાના આ ખૌફનાક ખેલથી વૈશ્વિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ અને વહીવટી તંત્રના ઉડી ગયા હોશઃ પનામાથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:મધ્ય અમેરિકી દેશ પનામામાંથી કુદરતનો તાંડવ અને અવિશ્વસનીય વિનાશ વેળતો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! પનામા અને આસપાસના વિસ્તારોમાં અચાનક ૭.૭ ની ભયાનક તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો હતો. ભૂકંપનો આંચકો એટલો ભયાવહ હતો કે ક્ષણભરમાં આખી ધરતી હચમચી ગઈ હતી અને લોકો પોતાના ઘરોમાંથી ચિચિયારીઓ પાડતા રસ્તા પર ભાગદોડ કરવા લાગ્યા હતા.

અમેરિકન ભૂવિજ્ઞાનીઓના સર્વેક્ષણ (USGS) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ શુક્રવારે વહેલી સવારે ટ્રાન્સમીટ થયો હતો. આ ભયાનક ભૂકંપનું કેન્દ્ર પનામાના હેરેરા પ્રાંતમાં આવેલા પિતાલોસા અરીબા નામની દૂરદરાજના વિસ્તારથી આશરે 10 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. શરૂઆતમાં યુએસજીએસ દ્વારા આ ભૂકંપના આંચકાની તીવ્રતા 8 સુધીની આંકવામાં આવી હતી, જેને બાદમાં સંશોધિત કરીને 7.7 નક્કી કરવામાં આવી હતી.

પ્રથમ મુખ્ય ભૂકંપ બાદ પનામામાં ધરતી શાંત થવાનું નામ નહોતી લઈ રહી. યુનિવર્સિટીના ભૂકંપ વૈજ્ઞાનિકો દ્વારા 5.8, 5.5 અને 5.2 ની તીવ્રતા સહિત કુલ 45થી વધુ આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના આંચકા) નોંધવામાં આવ્યા છે, જેના કારણે પ્રજામાં સતત ભયનો માહોલ છવાયેલો છે.

(4:56 PM IST)