News of Tuesday, 28th April 2026
દરિયામાં ‘રહસ્યમય’ ખેલ: મહિનાથી લાપતા બનેલું ટેન્કર અચાનક ભારત નજીક પ્રગટ્યું,:ઈરાન-યુદ્ધના ભય વચ્ચે હોર્મુઝ પાર કરતું ભારતનું પ્રથમ LNG ટેન્કર
મોતના મુખમાંથી પરત: હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારતીય ટેન્કરનો સાહસિક ફેરો:એક મહિના સુધી ક્યાં હતું આ ટેન્કર? રહસ્ય અકબંધ:ભારતની એનર્જી સપ્લાય ચેઈન માટે ‘જીવતદાન’ સમાન કિસ્સો:વૈશ્વિક સમુદ્રી જગતમાં ભારે ચર્ચા

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધની આશંકાઓ વચ્ચે સમુદ્રમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક મહિનાથી ગાયબ થયેલું ભારતનું એલએનજી (LNG) ટેન્કર અચાનક ભારતીય દરિયાઈ સીમા નજીક દેખાતા સંરક્ષણ અને ઉર્જા મંત્રાલયે રાહતનો શ્વાસ લીધો છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનારું આ પહેલું ભારતીય ગેસ ટેન્કર બન્યું છે.
રોયટર્સ અને જહાજ ટ્રેકિંગ ડેટાના રિપોર્ટ અનુસાર, યુએઈની એડીએનઓસી(ADNOC) દ્વારા સંચાલિત આ એલએનજી ટેન્કર હાલમાં ભારતના પશ્ચિમ કિનારે જોવા મળ્યું છે. 1,36,357 ઘન મીટરની ક્ષમતા ધરાવતું આ જહાજ 30 માર્ચ પછી અચાનક ગાયબ થઈ ગયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ જહાજે હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પાર કરવા માટે એક ખાસ વ્યૂહનીતિ અપનાવી હતી અને પોતાનું સિગ્નલ બંધ કરી દીધું હતું, જેથી તેને ટ્રેક ન કરી શકાય. હોર્મુઝ પસાર કર્યા પછી જહાજે ફરીથી પોતાનું સિગ્નલ ચાલુ કર્યું, જેનાથી તેના સફળતાપૂર્વક પસાર થવાની પુષ્ટિ થઈ છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થયા પછી આ પ્રથમ ઘટના છે જ્યારે ગેસથી ભરેલું કોઈ ટેન્કર સુરક્ષિત બહાર આવ્યું હોય.
એલએનજી એ કુદરતી ગેસ છે જેને -162°C તાપમાન પર ઠંડો કરીને પ્રવાહી બનાવવામાં આવે છે, જેથી તેને સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે અને દુનિયાનો ચોથો સૌથી મોટો એલએનજી ખરીદનાર દેશ છે. આ ગેસનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ખાતર ઉદ્યોગ, સ્ટીલ, સિમેન્ટ અને ઘરગથ્થુ રસોઈ ગેસ તરીકે કરવામાં આવે છે. ભારત મુખ્યત્વે કતાર, અબુ ધાબી, ઓમાન અને અમેરિકા જેવા દેશો પર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિમાં આ રીતે સુરક્ષિત રીતે ગેસનો પુરવઠો ભારત પહોંચવો એ દેશની ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
