તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
સમગ્ર માનવજાત માટે અત્યાર સુધીની સૌથી ભયાનક અને કાળમુખી ચેતવણીનો ધડાકો: આગામી ૫ મહિનામાં 'સુપર અલ નીનો' વિશ્વભરમાં ૩,૫૦,૦૦૦ થી વધુ નિર્દોષ લોકોને કાળના મુખમાં હોમી દે તેવી મહાપ્રલયકારી આશંકા
પૃથ્વીના તાપમાનમાં અકલ્પનીય વધારો કરી રહેલા આ રાક્ષસી કુદરતી પ્રકોપથી દુનિયાભરમાં ભુખમરો, દુકાળ અને રોગચાળાનું તાંડવ મચાવાની ભીતિથી વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી: સમગ્ર પૃથ્વી અને માનવસમાજ પર તોળાઈ રહેલા એક અત્યંત ખૌફનાક, અરેરાટીભર્યા અને સર્વનાશક વૈશ્વિક સંકટનો એક અત્યંત ચોંકાવનારો સ્ફોટક પર્દાફાશ સામે આવ્યો છે! હવામાન અને વિજ્ઞાન જગતની પ્રખ્યાત સંશોધન સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા અત્યંત ચોંકાવનારા આંકડા મુજબ, આગામી માત્ર ૫ મહિનાની અંદર અતિશય ખતરનાક ગણાતો 'સુપર અલ નીનો' (Super El Nino) પોતાની વિનાશક તાકાત સાથે દુનિયા પર ત્રાટકવા જઈ રહ્યો છે. આ રાક્ષસી કુદરતી પ્રકોપના કારણે પૃથ્વીનું વાતાવરણ એટલું બધું ડહોળાઈ જશે કે દુનિયાભરમાંથી ૩,૫૦,૦૦૦ (સાડા ત્રણ લાખ) થી વધુ માનવીઓ મોતને ભેટે તેવી કાળમુખી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
'અલ નીનો હીટ મોર્ટેલિટી ટ્રેકર'ના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2026થી માર્ચ 2027 વચ્ચે વિશ્વભરમાં અતિશય ગરમીના કારણે 3,73,000થી વધુ વધારાના લોકો પોતાના જીવ ગુમાવી શકે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંથી એક તૃતીયાંશ જેટલા મોત માત્ર નાઇજીરિયા, ભારત અને બ્રાઝિલમાં થવાની આશંકા છે. જૂન 2026થી માર્ચ 2027 સુધીના 9 મહિનાના ગાળાની વાત કરીએ તો, કુલ વધારાના મોતોનો આંકડો 8,57,400 સુધી પહોંચી શકે છે.
પૂર્વ-મધ્ય પેસિફિક મહાસાગરના 'નીનો 3.4' ક્ષેત્રમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી સેલ્સિયસ (6 ડિગ્રી ફેરેનહીટથી વધુ) વધી ગયું છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે આ સ્થિતિ સામાન્ય 'અલ નીનો' કરતાં તાપમાનમાં છ ગણો વધુ વધારો કરી શકે છે, જેના કારણે વિશ્વના હવામાનમાં ભયાનક ફેરફારો જોવા મળશે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
