News of Friday, 27th November 2026
મિડલ ઈસ્ટના યુદ્ધ, ગલ્ફ ક્ષેત્રની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: કુવૈતમાં ડ્રોન હુમલામાં 2 ઈટાલિયન નાગરિકોના મોત: ઈરાને આરોપો ફગાવતા મિડલ ઈસ્ટમાં ફરી ભારે ટેન્શન અને હાહાકાર
કુવૈતના સંરક્ષણ મંત્રાલયનો ઈરાની ડ્રોન હુમલાનો દાવો: ઈરાને ઘટનાને 'યુદ્ધ ભડકાવવાની શંકાસ્પદ રચના' ગણાવી હાથ ખંખેર્યા: એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ સાથે જોડાયેલા બે ઈટાલિયન ટેકનિશિયન્સના મોતથી ઈટાલી સહિત વિશ્વભરમાં ખળભળાટ:કુવૈતી અને પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે વધુ એક અત્યંત ગંભીર અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી દીધી છે. મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન વચ્ચે કુવૈતમાં ડ્રોન હુમલામાં 2 ઈટાલિયન નાગરિકોના મોત થયા છે, જ્યારે ઈરાને આ આરોપો ફગાવી દેતા સમગ્ર ગલ્ફ ક્ષેત્ર અને વૈશ્વિક રાજદ્વારીમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ સૌદ અબ્દુલઅઝીઝ અલ અતવાનના જણાવ્યા અનુસાર, દેશની એર ડિફેન્સ સિસ્ટમે અનેક ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. આ દરમિયાન અટકાવવામાં આવેલા ડ્રોનના કાટમાળની ઝપેટમાં આવતા 2 ઇટાલિયન નાગરિકોના મોત થયા અને 2 અન્ય ઘાયલ થયા છે.
ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ સેનેટને માહિતી આપી હતી કે મૃત્યુ પામેલા બંને નાગરિકો ટેકનિશિયન હતા અને જર્મન સંરક્ષણ કંપની રિનમેટાલના ઇટાલિયન એકમમાં કાર્યરત હતા. તેઓ કુવૈતના એક એર ડિફેન્સ સર્વેલન્સ સ્ટેશન પર તૈનાત હતા.
આ ઘટનામાં એક કુવૈતી અને એક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયા છે. બીજી તરફ, ઈરાનના વરિષ્ઠ સૈન્ય પ્રવક્તા જનરલ અબુલફઝલ શેકર્ચીએ જણાવ્યું કે ઈરાને ખાડી ક્ષેત્રમાં કોઈ સૈન્ય કે આક્રમક અભિયાન ચલાવ્યું નથી.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે આ ઘટનાની કુવૈત સાથે મળીને તપાસ કરવા અને વાસ્તવિક દોષિતોને સામે લાવવા તેહરાન તૈયાર છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
