<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

માઈક્રોસોફ્ટનો માસ્ટર સ્ટ્રોક: "નોકરી છોડો અને હેલ્થકેર મેળવો": કર્મચારીઓ માટે બખ્ખાં જ બખ્ખાં

સ્વેચ્છાએ રાજીનામું આપો અને ફ્રી સેવાનો લાભ લો: માઈક્રોસોફ્ટની ખાસ ઓફરથી આઈટી સેક્ટરમાં ખળભળાટ:શું આ છટણીનો નવો રસ્તો છે કે કર્મચારીઓ પ્રત્યેનો પ્રેમ? ચોક્કસ સમય સુધી મેડિકલ ખર્ચ કંપની ભોગવશે:દુનિયાની દિગ્ગજ કંપનીનો અનોખો પ્રયોગ

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓ માટે એક આશ્ચર્યજનક જાહેરાત કરી છે. કંપનીએ એવી ઓફર આપી છે કે જે કર્મચારીઓ સ્વેચ્છાએ પોતાની નોકરી છોડવા તૈયાર હોય, તેમને કંપની તરફથી 'ફ્રી હેલ્થકેર' સુવિધા આપવામાં આવશે. આ ઓફર ખાસ કરીને અમુક ચોક્કસ વિભાગના કર્મચારીઓ માટે છે.
આ ઓફર એવા કર્મચારીઓ માટે છે જેમની ઉંમર અને કંપનીમાં કામના વર્ષોનો કુલ સરવાળો 70 અથવા તેથી વધુ થાય છે. સરળ ભાષામાં કહીએ તો 50 વર્ષની ઉંમર અને Microsoftમાં 20 વર્ષ સેવા આપનાર કર્મચારી અથવા 55 વર્ષની ઉંમર સાથે 15 વર્ષ કામ કરનાર વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ ઓફર સ્વીકારનારા કર્મચારીઓને અનેક લાભો મળશે. સૌથી મોટો ફાયદો પાંચ વર્ષ સુધી હેલ્થકેર સપોર્ટનો છે. Microsoft પ્રથમ વર્ષ દરમિયાન કર્મચારીઓના મેડિકલ, ડેન્ટલ, આંખના અને વેલનેસના ખર્ચનો સંપૂર્ણ ભાર ઉઠાવશે. ત્યારબાદના ચાર વર્ષ માટે કર્મચારીઓ માસિક પ્રીમિયમ ચૂકવીને આ કવરેજ ચાલુ રાખી શકશે.
હેલ્થકેર સિવાય Microsoft એક રોકડ પેકેજ પણ આપી રહી છે. તેની રકમ કર્મચારીની પદવી અને સેવા વર્ષો પર આધારિત રહેશે. Level 64ના મધ્યમ અને સિનિયર લેવલના કર્મચારીઓને Microsoftમાં દરેક 6 મહિનાની સેવા બદલ એક અઠવાડિયાના બેઝ પગાર જેટલી રકમ મળશે. કુલ ચુકવણી વધુમાં વધુ 39 અઠવાડિયાના પગાર સુધી મર્યાદિત રહેશે. બીજી તરફ વધુ સિનિયર લેવલ (65 થી 67)ના કર્મચારીઓને દરેક 6 મહિનાની સેવા બદલ 2 અઠવાડિયાના પગાર જેટલી રકમ મળશે અને તેની મર્યાદા પણ 39 અઠવાડિયાના પગાર સુધી રહેશે.

 

 

(6:44 PM IST)