તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
ટેક જગતમાં મેટાનો મસમોટો ભૂકંપ: વૈશ્વિક સ્તરે ૧૦ ટકા કર્મચારીઓની આકરી છટણીની સનસનાટીપૂર્ણ જાહેરાત
રોજગારના મોરચે મોટો આંચકો, પણ એઆઈ યુગની નવી શરૂઆત: માર્ક ઝુકરબર્ગનો માસ્ટર પ્લાન:૧૦% સ્ટાફ ઘરભેગો થશે, જ્યારે ૭૦૦૦ કર્મચારીઓને નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ભૂમિકાઓ સોંપાશે: પ્લેટફોર્મ પોલિસીમાં મોટો બદલાવ

નવી દિલ્હી: વૈશ્વિક આર્થિક મંદી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા પ્રભાવ વચ્ચે સોશિયલ મીડિયા ક્ષેત્રની મહારથી ગણાતી કંપની 'મેટા' (Meta) માંથી કોર્પોરેટ જગતને ધ્રુજાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. મેટાના પ્રમુખ માર્ક ઝુકરબર્ગે કંપનીના કુલ વર્કફોર્સમાંથી ૧૦ ટકા કર્મચારીઓની છટણી કરવાનો આકરો નિર્ણય જાહેર કર્યો છે. આ વૈશ્વિક છટણીના કારણે હજારો આઈટી પ્રોફેશનલ્સની નોકરીઓ પર જોખમ તોળાયું છે, જેનાથી વૈશ્વિક ટેક માર્કેટમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
આ ઉપરાંત, વર્ષ દરમિયાન વધુ છટણી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મેમોમાં જણાવાયું છે કે આશરે 7000 કર્મચારીઓને એઆઈ સંબંધિત નવી પહેલોમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. તેની સાથે સાથે મેનેજમેન્ટના અનેક હોદ્દાઓ પણ સમાપ્ત કરવામાં આવશે. કંપની હવે એઆઈ નેટિવ ડિઝાઇન પ્રિન્સિપલ્સ આધારિત નવું સંગઠનાત્મક માળખું અપનાવી રહી છે, જેમાં નાના અને ઝડપી કાર્યકારી જૂથો બનાવીને વધુ કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પરિવર્તન મેટા એઆઈ ઇનિશિયેટિવ્સ અંતર્ગત ચાલી રહેલા મોટા એઆઈ પરિવર્તનનો ભાગ છે. કંપની પોતાના પ્રોડક્ટ્સ તેમજ આંતરિક કામગીરીમાં એઆઈ એજન્ટ્સને કેન્દ્રસ્થાને લાવવા માંગે છે.
કંપનીના સીટીઓ એન્ડ્ર્યુ બોસવર્થે અગાઉ જાહેર કરાયેલા એઆઈ ફોર વક કાર્યક્રમ હેઠળ એપ્લાઇડ એઆઈ એન્જિનિયરિંગ (એએઆઈ) અને એજન્ટ ટ્રાન્સફોર્મેશન એક્સીલરેટર (એટીએ) એક્સએફએન જેવી નવી ટીમોમાં કર્મચારીઓને મોકલવામાં આવી રહ્યા છે. આ ટીમો એવા એઆઈ એજન્ટ્સને વિકસાવશે, જે હાલ માનવીય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા કાર્યો સ્વતંત્ર રીતે પૂર્ણ કરી શકશે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
