<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

મેટાનો ઐતિહાસિક સેફ્ટી સપાટો: ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ AI હવે બનશે પેરેન્ટ્સના જાસૂસ: ડિપ્રેશન અને ડાર્ક કીવર્ડ્સ ટાઇપ થતાં જ વાલીઓના ફોનની રિંગ વાગશે

માર્ક ઝુકરબર્ગનો ઇન્ટરનેશનલ ચાઇલ્ડ સેફ્ટી પ્રોટોકોલ: પ્રાઇવસી અને સેફ્ટી વચ્ચે સંતુલન જાળવવાનો દાવો: ગ્લોબલ સાયકોલોજિસ્ટ્સ દ્વારા નિર્ણયને આવકાર

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વધતા જતા સાયબર બુલિંગ અને ડિપ્રેશનના કારણે સગીર વયના બાળકોમાં આત્મહત્યાના કિસ્સા વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta) એ તેના AI આસિસ્ટન્ટ માટે સૌથી કડક નિયમ અમલી બનાવ્યો છે. નવી પોલિસી અનુસાર, જ્યારે પણ કોઈ ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો યુઝર વૉટ્સએપ AI અથવા ઇન્સ્ટા AI સાથે વાતચીત દરમિયાન "હું જિંદગી કટ કરવા માંગુ છું", "સુસાઈડના રસ્તા", "દવાઓનો ઓવરડોઝ" કે "સેલ્ફ હાર્મ" જેવા કોઈ પણ ડાર્ક કીવર્ડ્સનો ઉપયોગ કરશે, ત્યારે AI ચેટ બોટ તરત જ અલાર્મિંગ મોડમાં આવી જશે.

છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે મેન્ટલ હેલ્થની સમસ્યા સામે ઝઝૂમી રહેલા યુવાનોને AI ચેટબોટ્સ દ્વારા આપવામાં આવતા જવાબો યોગ્ય નહોતા, જેના કારણે ટેક કંપનીઓની ભારે ટીકા થઈ રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ વૈશ્વિક દબાણ વચ્ચે મેટાએ આ મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે.

મેટાનું આ નવું સેફ્ટી ફીચર સૌથી પહેલા અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં એવા માતા-પિતા માટે શરૂ કરવામાં આવશે જેઓ ઇન્સ્ટાગ્રામના 'Parental Supervision' (પેરેન્ટલ સુપરવિઝન) ટૂલ્સનો ઉપયોગ કરે છે. મેટાના જણાવ્યા અનુસાર, આ વર્ષના અંત સુધીમાં આ ફીચરને આખી દુનિયામાં રોલઆઉટ કરી દેવામાં આવશે. એટલે કે 2026ના અંત સુધીમાં આ ફીચર ભારતમાં પણ શરૂ થઈ જશે. આત્મહત્યા જેવી ગંભીર વાતો કરવા પર બાળકોના પેરેન્ટ્સને સીધું નોટિફિકેશન મોકલનાર મેટા વિશ્વનો પ્રથમ AI ચેટબોટ બની જશે.

મેટાના જણાવ્યા મુજબ, આ માટે એક ખાસ AI સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જે ચેટ દરમિયાન આત્મહત્યા કે સેલ્ફ-હાર્મ (ખુદને નુકસાન પહોંચાડવા) સાથે જોડાયેલા શબ્દો અને સંકેતોને તરત જ પકડી પાડશે. જોકે, મેટાએ સ્પષ્ટ કર્યું છે કે ઍલર્ટ મોકલવાનો અંતિમ નિર્ણય માત્ર AIનો જ નહીં હોય, પરંતુ આખી પ્રક્રિયા નીચે મુજબ કામ કરશે:

(5:20 PM IST)