<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ટેક જગતમાં મેગા વિસ્ફોટ: કંપનીને AI અપનાવવું ભારે પડ્યું: માત્ર એક જ મહિનામાં ૪,૭૦૦ કરોડ રૂપિયાનો આંધળો ધુમાડો

નફાના નામે મીંડું ને ખર્ચ અબજોનો: હાઈટેક AI ચિપ્સ અને સુપરકોમ્પ્યુટર્સ પાછળ આડેધડ આર્થિક ફૂંકાટો: વૈશ્વિક આઈટી સેક્ટરમાં ભારે સનસનાટી

નવી દિલ્હી: ગ્લોબલ આઈટી (IT) માર્કેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નામે ચાલી રહેલી આંધળી દોટ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો અને મસમોટો નાણાકીય આંચકો સામે આવ્યો છે. દુનિયાભરમાં પોતાની ધાક જમાવવા મથતી એક દિગ્ગજ ટેક કંપનીએ (Tech Giant) પોતાના સર્વર્સ અને ડેટા સેન્ટરોને AI સજ્જ કરવા માટે માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં છેક ૪,૭૦૦ કરોડ રૂપિયા (આશરે 560 મિલિયન ડૉલરથી વધુ) નો આંધળો ખર્ચ કરી નાખતા વૈશ્વિક રોકાણકારો અને આર્થિક વિશ્લેષકોના હોશ ઉડી ગયા છે. AI ટેકનોલોજી સામાન્ય કંપનીઓ જ નહીં પણ અબજોપતિ કોર્પોરેટ્સને પણ કેવી મોંઘી પડી રહી છે, તેનો આ મોટો પર્દાફાશ છે.
રિપોર્ટ અનુસાર, કંપનીએ કર્મચારીઓને ક્લોડ એઆઈનો અનલિમિટેડ અક્સેસ આપી દીધો હતો. પરંતુ, તેના ઉપયોગ પર કોઈ મર્યાદા, બજેટ કંટ્રોલ અથવા રિયલ-ટાઇમ મોનીટરીંગ સિસ્ટમ રાખવામાં આવી નહોતી. તેના પરિણામે કર્મચારીઓએ ભારે પ્રમાણમાં એઆઈ કોડિંગ ટૂલ્સ, ઓટોમેટેડ એઆઈ એજન્ટ્સ અને મલ્ટી-સ્ટેપ એજેન્ટિક વર્કફ્લોનો ઉપયોગ શરૂ કર્યો હતો. જેના કારણે ખર્ચ આસમાને પહોંચ્યો.
આ ઘટના પછી ટેક ઇન્ડસ્ટ્રીમાં ટોકનમેક્સિંગ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે કંપનીઓ વધુમાં વધુ એઆઈ ટોકન અને પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ કરીને ઉત્પાદકતા વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનો ખર્ચ અંદાજ કરતા વધુ નીકળે છે. એઆઈ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે ઘણી કંપનીઓ હજુ પણ એઆઈ ટૂલ્સને સામાન્ય સોફ્ટવેરની જેમ જ ઉપયોગમાં લઈ રહી છે. પરંતુ ક્લોડ જેવા જનરેટિવ એઆઈ મોડેલ્સમાં ખર્ચ યુઝેજ પર આધારિત હોય છે.
એઆઈ કોડિંગ અને ઓટોમેટેડ વર્કફ્લો માટે ભારે કમ્પ્યુટિંગ શક્તિની જરૂર પડતી હોવાથી બિલ ઝડપથી વધી શકે છે. તાજેતરમાં ઉબર વિશે પણ અહેવાલ આવ્યો હતો કે કંપનીએ ૨૦૨૬ માટેનું એઆઈ બજેટ માત્ર ચાર મહિનામાં જ પૂર્ણ કરી દીધું હતું.

 

(5:49 PM IST)