<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ચીનમાં કાળઝાળ અગ્નિકાંડ: શૂઝ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં કેમિકલ બ્લાસ્ટ બાદ પ્રચંડ આગ:૨૮ મજૂરો જીવતા હોમાયા: ચીની પ્રમુખ એક્શનમાં

ઇમરજન્સી એક્ઝિટ બંધ હોવાથી શ્રમિકો કાળનો કોળિયો બન્યા: આખી ફેક્ટરી રાખના ઢગલામાં ફેરવાઈ:બેદરકારી દાખવનાર તંત્ર અને માલિકો સામે લશ્કરી અદાલત જેવી કડક કાર્યવાહીના સંકેત

નવી દિલ્હી: ચીનના પૂર્વીય ઔદ્યોગિક ઝોનમાં આવેલી એક પ્રખ્યાત પગરખાં બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે જ્યારે શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક શોર્ટ સર્કિટ અથવા કેમિકલ લીકેજના કારણે ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં રબર, પ્લાસ્ટિક, એડહેસિવ (ગુંદર) અને અન્ય જ્વલનશીલ મટીરિયલનો સ્ટોક હોવાના લીધે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી.

ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ પ્રારંભિક આંકડાઓને ટાંકીને જણાવ્યું છે કે ગુરુવાર, 9 જુલાઈના રોજ પૂર્વી ચીનમાં એક પગરખાંની ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે જિનજિયાંગ શહેરની ફેક્ટરીમાં લાગેલી આગને ઓલવવા માટે ડઝનબંધ ફાયર ફાઈટરો અને બચાવકર્મીઓ ઝડપથી કામ કરી રહ્યા હતા. રોઇટર્સના રિપોર્ટ મુજબ સરકારી બ્રોડકાસ્ટર CCTV અનુસાર, ગુરુવારે બપોરે ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં આગ લાગી હતી અને કેટલાક લોકો છત પર ફસાઈ ગયા હતા.

(5:13 PM IST)