તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 9th September 2026
જાણો ડાયાબિટીસ માટે ઉપયોગી ઔષઘી કઈ કઈ છે

નવી દિલ્હી :ડાયાબિટીસ (મધુપ્રમેહ) ને નિયંત્રણમાં રાખવા અને બ્લડ સુગર લેવલ મેન્ટેન કરવા માટે આયુર્વેદમાં કેટલીક અત્યંત અસરકારક અને ઉત્તમ ઔષધિઓ દર્શાવવામાં આવી છે:
મુખ્ય આયુર્વેદિક ઔષધિઓ
મેથી (Fenugreek): મેથીના દાણામાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે પાચન અને કાર્બોહાઈડ્રેડના શોષણને ધીમું કરે છે. રાત્રે મેથીના દાણા પલાળી સવારે તેનું પાણી પીવું અથવા પાવડર લેવો ખૂબ જ ફાયદાકારક છે.
કારેલા (Bitter Gourd): કારેલામાં 'ચરાન્તિન' અને 'પોલિપેપ્ટાઈડ-પી' નામના કુદરતી તત્વો હોય છે, જે ઈન્સ્યુલિનની જેમ કામ કરે છે. સવારે નરણા કોઠે કારેલાનો તાજો રસ પીવાથી સુગર ઝડપથી કંટ્રોલમાં આવે છે.
જાંબુના ઠળિયા (Jamun Seeds): જાંબુના ઠળિયાનો પાવડર ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ ગણાય છે. તે પંક્રિયાસમાંથી ઈન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે.
ગૂડમાર / મધુનાશિની (Gurmar): આ જડીબુટ્ટી સ્વાદ કલિકાઓ પર જીભની સુગર પ્રત્યેની સંવેદનશીલતા ઘટાડે છે અને ગ્લુકોઝના શોષણને રોકે છે.
હળદર અને આમળા (નીશા-આમલકી): હળદર અને આમળાનો પાવડર સરખા ભાગે ભેગો કરીને લેવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસના કારણે આવતી અશક્તિ દૂર થાય છે.
વિજયસાર (Vijaysar): વિજયસારના લાકડાના વાસણમાં રાત્રે પાણી ભરીને સવારે તે પાણી પીવાની પરંપરાગત રીત સુગર નિયંત્રણમાં ખૂબ ઉપયોગી છે.
દાલચીની (Cinnamon): દાલચીની ઈન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે. તેને ચા માં કે નવશેકા પાણી સાથે ચપટી પાવડર તરીકે લઈ શકાય.
પુનર્નવા (સાટોડી) : મૂત્રલ ગુણ ધરાવી સોજા દૂર કરતી, કિડનીની કાર્યક્ષમતા સુધારી વિષ તત્વોનો નિકાલ કરતી આ ઔષધિ સાચા અર્થમાં તેના નામ 'પુનર્નવા'ને સાર્થક કરતાં રક્તકોષો (ર્ર્મ્નગ ભીનનજ)ને નવું જીવન આપવા પુનર્જીવિત કરવા સક્ષમ છે.
ડાયાબીટીસના રોગીઓના હૃદયના સ્નાયુઓની નબળાઈ, હાથ-પગમાં સોજા, મૂત્રમાં વધતા પસ સેલ્સ, ક્રિએટીનીન અને આલ્બ્યુમીન માટે આ ઔષધિ રામબાણ છે.
માત્રા : પાંચ ગ્રામ. સમય : સવારે હાજત પછી, મર્યાદા : નિત્ય ત્રણ-ચાર મહિના સુધી.
કાળી જીરી : કાળી જીરીના દાણાનો આકાર ચોખાના દાણાને મળતો આવે એ ઔષધિની પરખ. રક્તના ઘટકતત્ત્વોને સમ્યક રાખનાર અને ત્વચાના રૂઝાતા ગૂમડા પર ઉપયોગી છે. વિશેષ કરીને ડાયાબીટીક ગેન્ગ્રીન પર અક્સીર છે.
જૂના વખતમાં જ્યારે કેમિકલયુક્ત જંતુનાશક શોધાયા ન હતા ત્યારે કાળી જીરીના બારીક ચૂર્ણને રેશમી વસ્ત્રો અને પુસ્તકો પર છાંટી જંતુ-જીવાતથી બચાવ કરવામાં આવતો. વિસરાઈ ગયેલ આ વાત આજે પણ સાર્થક છે. એટલું જ નહિ એન્ટિસેપ્ટીક દવાઓ લગાવ્યા પછી પણ ન રૂઝાતા, સડતા ઘા-ગૂમડા પર કાળી જીરીના બારીક ચૂર્ણનો બાહ્ય પ્રયોગ અજમાવી જોવા જેવો છે.
માત્રા : બે થી પાંચ ગ્રામ, સમય : બપોર અને સાંજના ભોજનના બે કલાક પછી. મર્યાદા: બે મહિના સુધી.
કડવો લીમડો : વનશ્રીને વૈભવ એવો લીમડો અસંખ્ય રોગોની ઔષધિ છે. એ વિષે ઘણું સુવિદિત હોઈ ટૂંકમાં ડાયાબીટીસના રોગીઓ માટે લીમડા વિષે જરૂરી માહિતી. વાચકમિત્રોએ જાણવું ઘટે કે લીમડો શુક્રાણું - વીર્ય (Sperm) પર નકારાત્મક અસર કરતો હોઈ, બાળકની ઈચ્છા રાખનાર ડાયાબીટીસના દર્દીઓએ એનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
ડાયાબીટીસ સાથે ક્ષય (TB) કે અન્ય ચેપ (Infection) સંલગ્નિત હોય તેમના માટે લીમડાનું સેવન લાભદાયી છે.
જર્નલ ઑફ ઈન્ડિયન કેમિકલ્સ સોસાયટીના અહેવાલ મુજબ લીમડાના પાનમાં રહેલ નિમ્બોસ્ટિરાલ નામનું તત્ત્વ TB જેવા રોગ પર પ્રભાવક અસર બતાવે છે. સાથે સાથે એડ્રીનેલીન પ્રણાલીની વિફળતા અંતર્ગત ગ્લાઈસેમિયા (રક્તમાં વધતી શર્કરા)ને નિયંત્રિત કરવાનું કામ પણ આ તત્ત્વને જ આભારી છે. માત્ર : બે ગ્રામ, સમય : સવારે હાજત જતાં પહેલા, મર્યાદા : બે મહિના સુધી.
ગરમાળો : ડાયાબીટીસના રોગીઓના વિશિષ્ટ લક્ષણો અનુસાર પીળા-કેસરી રંગનું મૂત્ર, મૂત્રમાર્ગમાં દાહ, બળતરા, દુ:ખાવો, મૂત્ર અવયવનું સૂજી જવું. એ સ્થાને ફોડલી કે ચાંદી પડવી, કઠણ ઝાડો અને કબજીયાત - આ બધા લક્ષણો પર ગરમાળાની શીંગોમાં રહેલી મજ્જા બે થી પાંચ ગ્રામ સવારે હાજત જતાં પહેલા ગરમ પાણીમાં મેળવી લેવી.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
