<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

જાપાનની ધરતી પર પાકિસ્તાનની મોટી ગુસ્તાખી, ભારે ખળભળાટ: મસ્જિદના લોકાર્પણ મુદ્દે જાપાન સરકાર લાલચોળ: ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કડક તૈયારી

નિયમોને ઘોળીને પી જતાં પાકિસ્તાનીઓ સામે જાપાનનો આક્રોશ: ડિપ્લોમેટિક મોરચે ભારે તણાવ: ગમે ત્યારે ધાર્મિક સ્થળ પર કાનૂની હથોડો ઝીંકાવાની પ્રબળ શક્યતાથી વૈશ્વિક સ્તરે સનસનાટી

નવી દિલ્હી: વૈશ્વિક મંચ પર હંમેશાં નાલેશી વહોરતા પાકિસ્તાને હવે ટેકનોલોજીના કિંગ ગણાતા જાપાન સાથે બગાડ્યું હોવાનો એક અત્યંત ચોંકાવનારો અને સણસણતો કિસ્સો આંતરરાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન્સ બન્યો છે. મળતી પાકી વિગતો મુજબ, જાપાનના એક શહેરમાં પાકિસ્તાની સમુદાય દ્વારા એક ભવ્ય મસ્જિદનું નિર્માણ કરીને તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. જોકે, આ લોકાર્પણ થતાં જ જાપાનનું વહીવટી તંત્ર અને સરકાર બિલકુલ ભડકી ઉઠ્યા છે. જાપાન સરકારનો કડક આક્ષેપ છે કે આ મસ્જિદનું બાંધકામ સ્થાનિક કાયદાઓ, પરવાનગીઓ અને નકશાઓને નેવે મૂકીને સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે!
શહેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, મસ્જિદનું નિર્માણ સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હોવાથી આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવે એટલે કે બુલડોઝર ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
જાપાનના પ્રતિષ્ઠિત અખબાર 'દ આસાહી શિમ્બુન'ના અહેવાલ મુજબ, આ મસ્જિદ આશરે 4,500 ચોરસ મીટરના એક એવા પ્લોટ પર બનાવવામાં આવી છે જેને સરકારી રેકોર્ડમાં પર્વતીય વનજમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વિસ્તાર 'શહેરીકરણ નિયંત્રણ ક્ષેત્ર' હેઠળ આવે છે. જાપાનના કાયદા મુજબ આ ઝોનમાં સ્થાનિક સત્તાધીશોની વિશેષ પરવાનગી વિના કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.કાવાગોએ શહેરના અધિકારીઓએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, "આ મસ્જિદનું નિર્માણ સિટી પ્લાનિંગ ઍક્ટ હેઠળ વિશેષ મંજૂરી મેળવ્યા વિના કરવામાં આવ્યું છે. સંબંધિત ઇમારતનું નિર્માણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે."સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે આ જમીનની માલિકી March 2025માં ફુજીમી સ્થિત એક રિયલ એસ્ટેટ કંપની પાસેથી બદલાઈને કાવાગોએની એક ફર્મ પાસે ગઈ હતી. આ વિવાદ અંગે જાપાનમાં રહેતા અને યાશિયો મસ્જિદનું પ્રતિનિધિત્વ કરતાં 62 વર્ષીય પાકિસ્તાની નાગરિક શકીલ શેખ મોહમ્મદે પણ આ ગેરકાયદેસર પ્રોજેક્ટની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ મંજૂરી વગર મસ્જિદ બનાવી રહ્યા છે તો તે કાયદાની દૃષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. સ્થાનિક જાપાની લોકો સાથે સારા સંબંધો બાંધીને જ ધાર્મિક સ્થળો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકાય, કાયદો તોડીને નહીં.

 

(5:30 PM IST)