તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
જાપાનનો અદભૂત આવિષ્કાર: હવે હવામાંથી બનશે ઈંધણ? પેટ્રોલ-ડીઝલના ટેન્શનનો કાયમી ઉકેલ: અબજો રૂપિયાની થશે બચત
ટેકનોલોજીની દુનિયામાં જાપાની વિજ્ઞાનીઓનો ‘માસ્ટરસ્ટ્રોક’: કાર્બન ડાયોક્સાઈડને સીધો ઈંધણમાં ફેરવવાની સિદ્ધિ:પર્યાવરણ પણ શુદ્ધ થશે અને ખિસ્સા પરનો બોજ પણ ઘટશે: અબજો ડોલરની ઈમ્પોર્ટ બંધ થશે

નવી દિલ્હી: જાપાનના વિજ્ઞાનીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ ભવિષ્યની ટેકનોલોજીમાં કેમ મોખરે છે. જાપાનની એક રિસર્ચ ટીમે એવી અદભૂત પદ્ધતિ વિકસાવી છે જેનાથી હવામાં રહેલા પ્રદૂષિત કાર્બન ડાયોક્સાઈડ (CO2) ને કેમિકલ પ્રોસેસ દ્વારા 'સિન્થેટિક ફ્યુઅલ' એટલે કે કૃત્રિમ ઈંધણમાં ફેરવી શકાશે. આ શોધ જો મોટા પાયે સફળ થાય તો દુનિયાભરમાંથી પેટ્રોલ અને ડીઝલની નિર્ભરતા ખતમ થઈ શકે છે.
ભારત જેવા દેશો જે દર વર્ષે અબજો રૂપિયાનું ક્રૂડ ઓઈલ વિદેશથી મંગાવે છે, તેમના માટે આ ટેકનોલોજી આશીર્વાદ સમાન સાબિત થશે. આ પ્રક્રિયાથી માત્ર સસ્તું ઈંધણ જ નહીં મળે, પણ વાતાવરણમાંથી કાર્બન ઓછો થવાને કારણે પ્રદૂષણની સમસ્યા પણ હલ થશે. જાપાની એન્જિનિયરો હવે આ ટેકનોલોજીને વ્યાપારી ધોરણે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો આગામી દાયકામાં આપણે હવામાંથી બનેલા ઈંધણ પર ગાડીઓ દોડતી જોઈ શકીશું!
દુનિયાભરમાં જ્યારે ક્લીન એનર્જીની શોધ તેજ બની છે, ત્યારે જાપાનના વિજ્ઞાનીઓએ ભવિષ્યના સૌથી સ્વચ્છ ઈંધણ એટલે કે હાઇડ્રોજનને બનાવવાની એક અત્યંત સરળ અને સસ્તી રીત શોધી કાઢી છે. અત્યાર સુધી હાઇડ્રોજન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખર્ચાળ રહી છે, પરંતુ ક્યુશુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર તાકાહિરો માત્સુમોતો અને તેમની ટીમે માત્ર લોખંડના આયન અને અલ્ટ્રાવાયોલેટ(UV) પ્રકાશનો ઉપયોગ કરીને હાઇડ્રોજન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. એક પ્રયોગ દરમિયાન જ્યારે મીથેનોલ, આયર્ન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણ પર UV લાઈટ ફેંકવામાં આવી, ત્યારે તેમાંથી મોટી માત્રામાં હાઇડ્રોજન ગેસ છૂટો પડવા લાગ્યો હતો. પ્રોફેસર માત્સુમોતો આ સફળતાને એક સુખદ સંજોગ ગણાવે છે, જેણે વિજ્ઞાન માટે નવી આશા જગાવી છે.
સામાન્ય રીતે હાઇડ્રોજન બનાવવા માટે અશ્મીભૂત ઈંધણ(ફોસિલ ફ્યુઅલ)નો ઉપયોગ થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો આલ્કોહોલમાંથી હાઇડ્રોજન મેળવવો હોય તો અત્યાર સુધી ખૂબ જ મોંઘા અને દુર્લભ ધાતુના કેટાલિસ્ટની જરૂર પડતી હતી. જોકે, આ નવા સંશોધન મુજબ પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવા સસ્તા લોખંડનો ઉપયોગ કરીને મોંઘા કેટાલિસ્ટ જેટલી જ ઝડપે હાઇડ્રોજન મેળવી શકાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉત્પાદનનો દર પ્રતિ કલાક 921 મિલીમોલ નોંધાયો છે, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ સિસ્ટમની બરાબર છે.
આ પદ્ધતિની ખાસિયત એ છે કે તે માત્ર મીથેનોલ પૂરતી મર્યાદિત નથી; ઈથેનોલ, પ્રોપેનોલ તેમજ ગ્લુકોઝ અને સ્ટાર્ચ જેવા બાયોમાસમાંથી પણ હાઇડ્રોજન બનાવી શકાય છે, જે ભવિષ્યમાં કચરામાંથી ઉર્જા પેદા કરવાની દિશામાં મહત્ત્વનું ડગલું સાબિત થશે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
