News of Monday, 1st June 2026
મિડલ ઈસ્ટમાં ઇઝરાયેલનો પ્રચંડ અને ઐતિહાસિક સપાટો: ૨૬ વર્ષમાં પહેલીવાર લેબનોનની સરહદો તોડી સેના અંદર ઘૂસી: વ્યૂહાત્મક કિલ્લા પર ઇઝરાયેલી ધ્વજ લહેરાયો
લેબનોન સરહદે સદીનું સૌથી મોટું સૈન્ય ઓપરેશન: લોહીલુહાણ જંગ વચ્ચે ઇઝરાયેલે મજબૂત ગઢ ગણાતા કિલ્લા પર મેળવ્યો પૂર્ણ કબજો: ખાડી દેશો સહિત આખી દુનિયામાં ભયાનક ફફડાટ

નવી દિલ્હી: મધ્ય-પૂર્વના યુદ્ધના મેદાનમાંથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ એક અત્યંત કડક અને આક્રમક સૈન્ય કાર્યવાહી અંતર્ગત લેબનોનની સરહદમાં ભીષણ ગ્રાઉન્ડ ઓપરેશન (Ground Operation) શરૂ કરી દીધું છે. છેલ્લા ૨૬ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યાં ઇઝરાયેલી સેનાએ લેબનોનની સરહદની અંદર ઘૂસીને ત્યાંના એક અત્યંત સુરક્ષિત અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા કિલ્લા પર પોતાનો લશ્કરી કંટ્રોલ મેળવી લીધો છે. ઇઝરાયેલના આ પ્રચંડ આક્રમણથી લેબનોન સહિત સમગ્ર આરબ જગતમાં ભારે ખળભળાટ અને નાસભાગ મચી ગઈ છે.
આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે ઓપરેશન ચલાવી રહેલા ઇઝરાયેલે લેબનોનના બ્યૂફોર્ટ કેસ્ટલ પર કબજો જમાવ્યો છે, આ પહાડ પર કિલ્લો પણ આવેલો છે જ્યાં ઇઝરાયેલી સૈનિકો હથિયારો સાથે જોવા મળ્યા હતા. જેની તસવીર પણ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે. ઇઝરાયેલી સૈનિકો આ વિસ્તારમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે એક નિવેદન જાહેર કરીને ચેતવણી આપતા કહ્યું છે કે જે પણ લોકો ઝહરાની નદીમાં કે આસપાસ હોય તો તેઓ આ વિસ્તારને તાત્કાલીક ખાલી કરી દે.
હિઝબુલ્લાહના જેટલા પણ સ્થળો હોય ત્યાંથી આમ નાગરિકો દૂર જતા રહે. ઇઝરાયેલી સૈન્યએ એમ પણ કહ્યું હતું કે હિઝબુલ્લાહ સામેના ઓપરેશનમાં સૈનિકો વધુ ને વધુ વિસ્તારો પર કબજો કરી રહ્યા છે. અત્યાર સુધી ઇઝરાયેલ માત્ર પોતાની હદમાં રહીને જ હિઝબુલ્લાહ સામ કાર્યવાહી કરી રહ્યું હતું હવે લેબનોનમાં ઘૂસી ગયું છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
