<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

લેબેનોનની પહાડી દલદલમાં ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) નું સૈન્ય ગણિત ઊંધું પડ્યું: 'પોલિટિકલ નો-મેન્સ લેન્ડ'માં ઘૂસેલી સેનાને ગેરીલા લડવૈયાઓએ ચોતરફથી ઘેરી હોવાનો દાવો: પશ્ચિમી સંરક્ષણ નિષ્ણાતોએ ઇઝરાયલ માટે આ યુદ્ધ લાંબુ ખેંચાવાની અને જાનમાલના મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરી

બિઝનેસ અને ટેકનોલોજીમાં પાવરફુલ ઇઝરાયલ હવે સાઉથ લેબેનોનની અટપટી ભૂગોળમાં મિલિટ્રી ટ્રેપનો શિકાર: પેન્ટાગોન વોર ઓડિટ એન્ડ મિડલ ઈસ્ટ સિક્યોરિટી ડેસ્કના ગુપ્ત રિપોર્ટે તેલ અવીવની ચિંતા વધારી દીધી

નવી દિલ્હી: મિડલ ઈસ્ટના યુદ્ધના મેદાનમાંથી ઇઝરાયલી સૈન્યના આક્રમક પ્લાનિંગને મોટો ઝટકો લાગ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સાઉથ લેબેનોન (South Lebanon) ના જે સરહદી વિસ્તારોમાં ઇઝરાયલી સેનાએ એન્ટ્રી કરી હતી, તે હવે એક અભેદ્ય રાજકીય અને લશ્કરી જાળ સાબિત થઈ રહી છે. ગ્લોબલ મિલિટ્રી ઓપરેશન્સ ઓડિટ, લેબેનોન ડિફેન્સ એનાલિસિસ એન્ડ વોર વિજિલન્સ ડેસ્ક રિપોર્ટ મુજબ, લેબેનોનનો આ ભાગ હાલમાં 'પોલિટિકલ નો-મેન્સ લેન્ડ' બનેલો છે, જ્યાં સત્તાવાર સરકાર નબળી છે અને સ્થાનિક લડવૈયાઓનું સશક્ત નેટવર્ક જમીનની અંદર સક્રિય છે.

અમેરિકી પ્રમુખનું તો સ્પષ્ટ કહેવું છે કે, લેબેનોનમાં થઈ રહેલું યુદ્ધ શાંતિ-મંત્રણાને પાટા ઉપરથી ખેરવી નાખે છે. વૉશિંગ્ટન- તહેરાન શાંતિ મંત્રણા પર એનું જોખમ ઉપસ્થિત થશે.

મહત્ત્વની વાત એ છે કે દક્ષિણ લેબેનોનનો આ પ્રદેશ ઇઝરાયેલના ઉત્તર ભાગને સ્પર્શે છે તેથી ત્યાં રહેલા આતંકીઓ ઇઝરાયલ માટે ભયરૂપ છે. આથી ઇઝરાયલના નાગરિકો જ નેતન્યાહુુ ઉપર યુદ્ધ ચાલુ રાખવા દબાણ કરી રહ્યા છે. સાથે ઇઝરાયલના અગ્રણીઓ કહે છે કે, ઇઝરાયેલમાં તે અલિ-અલ-નાહેરના પ્રવતીય પ્રદેશ પર કબ્જો જમાવી જ દેવો જોઈએ જેથી ઇઝરાયેલી સેના પૂરી તાકાતથી કાર્ય કરી શકે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે ગોલન- હાઇટ્સ પર તો કબ્જો જમાવી જ દીધો છે. આ ગોલન હાઇટલ ઇઝરાયલ સીરીયાની સરહદે આવેલી છે તેવી જ રીતે ઇઝરાયલ સંપૂર્ણ અલિ-અલ-નાહેર પર્વતમાળા ઉપર કબજો જમાવી પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત બનાવવા માંગે છે તેણે તે પર્વતમાળાનો દક્ષિણનો ભાગ તો કબ્જે કરી જ દીધો છે. ટૂંકમાં, ઇઝરાયેલ લેેબેનોન યુદ્ધ પશ્ચિમ એશિયાની શાંતિ જોખમાવી રહ્યું છે. શાંતિ મંત્રણમાં અવરોધ કરી રહે તેમ છે.

(5:12 PM IST)