<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ઈરાનનો ભયાનક ઈન્ટરનેશનલ ધડાકોઃ હવે દક્ષિણ કોરિયાને સણસણતી અને કાળમુખી ધમકી, 'જો અમેરિકાનો સાથ આપ્યો તો સટાકથી ભોગવવા પડશે ગંભીર પરિણામો’

મહાસત્તા અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના મંડાણ વચ્ચે વિશ્વરાજકારણમાં રક્તરંજિત ચકચાર: દક્ષિણ કોરિયાને સીધી અને રાક્ષસી ચિમકી આપતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણઃ 'અમારી સામે વિદેશી સેનાઓને જમીન આપશો તો હોમાઈ જશો:' ઈરાનના આક્રમક વલણથી ગ્લોબલ શેરો, ઓઈલ માર્કેટ અને વિદેશી કૂટનીતિમાં ભયાનક સનસનાટી અને સન્નાટો

નવી દિલ્હી  :મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સળગી રહેલી યુદ્ધની ભયાનક જ્વાળાઓ વચ્ચે હવે વૈશ્વિક રાજકારણના હોશ ઉડાડી દેતો એક અત્યંત વિસ્ફોટક અને કાળજું કંપાવનારો ઈન્ટરનેશનલ ધડાકો સામે આવ્યો છે! મહાસત્તા અમેરિકા સાથે વધી રહેલી ભયાનક દુશ્મનાવટ વચ્ચે ઈરાને હવે દક્ષિણ કોરિયા (South Korea) ને ખુલ્લેઆમ અને સટાકથી કાળમુખી ચેતવણી ઠોકી દીધી છે! ઈરાની આકાઓએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે, 'જો દક્ષિણ કોરિયાએ અમેરિકાને સાથ આપ્યો કે પોતાના સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ કરવા દીધો, તો પરિણામો અત્યંત રાક્ષસી અને ગંભીર ભોગવવા પડશે.
ઈરાની પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ સાર્વભૌમ અને જવાબદાર રાષ્ટ્રે અમેરિકાના દબાણ અને ધમકીઓ સામે ઝૂકવું ન જોઈએ. તેમણે જણાવ્યું કે અન્ય દેશોએ ઈરાની પ્રજા વિરુદ્ધ અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલી આક્રમક સૈન્ય કાર્યવાહીઓ અને ભયાનક અપરાધોમાં ભાગીદાર બનવાથી બચવું જોઈએ.
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના ગઠબંધન દ્વારા ઈરાન પર હુમલાની શરૂઆત કરવામાં આવી હતી, જેને હવે 6 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. અમેરિકા સતત હુમલાઓ કરી રહ્યું છે, જ્યારે ઈરાન પણ આક્રમક પ્રતિકાર કરી રહ્યું છે. તાજેતરમાં જ ઈરાને અમેરિકાના બે યુદ્ધ તોપો પર બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેના જવાબમાં અમેરિકી દળોએ ક્રૂડ ઓઇલ લઈ જઈ રહેલા ઈરાનના 3 જહાજોને નિશાન બનાવ્યા હતા.

 

(5:35 PM IST)